કૃષિ વાર્તાGSTV
ખાતર ને લઈને આવ્યા સારા સમાચાર, જાણો કૃષિ સમાચાર !
👨🌾 ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરતો જથ્થો સમયસર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ખાતરી આપી છે. રાજ્યના કૃષિમંત્રીની વિનંતીને ધ્યાને લઇ કેન્દ્રીય રસાયણ મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને ખરીફની સિઝનમાં ખાતરની અછત સહન કરવી પડશે નહીં, કેન્દ્ર આયોજન પ્રમાણે પુરવઠો પહોંચાડશે.
👨🌾 રાજ્યમાં ખેડૂતોની હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે ખાતરનો પુરતો જથ્થો સમયસર મળતો નથી તેથી પાકને નુકશાન થાય છે. કિસાન આગેવાનો પણ વારંવાર સરકારમાં રજૂઆત કરતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની અછતના અહેવાલ વચ્ચે રાજ્ય સરકારે અગાઉ પત્ર લખી ખાતરનો જથ્થો ફાળવવા માટે રજૂઆત કરી છે.
👨🌾 ગુજરાતના ખેડૂતોને ખાતરની તંગી સહન કરવી ન પડે તે રીતે ફાળવણી કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો આપવામાં આવશે.
સંદર્ભ : GSTV,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.