કૃષિ વાર્તા વ્યાપાર સમાચાર
ખાતર કંપનીઓને ભાવ ન વધારવા સરકારનો નિર્દેશ !
🛡️ કેન્દ્રીય ખાતર મંત્રીએ તમામ ફર્ટિલાઇઝર કંપનીઓને ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને અન્ય ફોસ્ફેટિક ખાતરોની રિટેલ કિંમતો ન વધારવા નિર્દેશ આપ્યો છે. ખેડૂતોને રવી સીઝનમાં પુરતા પ્રમાણમાં ખાતરો ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય છે.
🛡️ મંત્રીએ જણાવ્યુ કે, સરકારે ડીએપી અને અન્ય કેટલાંક બિન યુરિયા ખાતરો પરની સબસિડી વધારી છે, પરંતુ હવે તેમાં વધારે વૃદ્ધિની સંભાવના નથી.
🛡️ સુત્રોના મતાનુસાર સરકાર ડીએપીની રિટેલ કિંમતોમાં કોઇ પણ પ્રકારના વધારાને મંજૂરી આપશે નહીં અને કિંમતો મામલે સાંઠગાંઠ કે કાર્ટેલને પણ સાખી લેશે નહીં.
🛡️ કેન્દ્રીય મંત્રીમંડળે જૂનમાં ખર્ચ વધવા છતાં ખેડૂતોની માટે પોષક તત્વોની કિંમત નીચી રાખવા માટે ડીએપી અને કેટલાંક અન્ય બિન યુરિયા ખાતરોની માટે સબસિડીમાં 14,775 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય કોરોનાના સંકટકાળમાં ખેડૂતોને રાહત આપવાનો છે.
🛡️ યુરિયા બાદ ડીએપી ખાતર દેશમાં સૌથી વધારે વપરાતુ ખાતર છે. વૈશ્વિક કિંમતોમાં વૃદ્ધિને કારણે સરકારે ડીએપી પરની સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો હતો. જે હેઠળ ડીએપી ખાતરની સબસિડી 500 રૂપિયા પ્રતિ બોરીથી વધારી 1200 રૂપિયા પ્રતિ બોરી કરાઇ છે. સરકારે કહ્યુ કે, ખેડૂતોને 1200 રૂપિયા પ્રતિ બોરી જૂના ભાવે ડીએપી મળતુ રહેશે.
🛡️ ઉલ્લેખનિય છે કે, 2021-22ના બજેટમાં ખાતર સબસિડી માટે લગભગ 79,600 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. હાલ નાઇટ્રોજન આધારિત ખાતર પર 18.78 રૂપિયા, ફોસ્ફરસ પર 45.32 રૂપિયા અને પોટાશ પર 10.11 રૂપિયા અને સલ્ફર પર 2.37 રૂપિયા સબસિડી નક્કી કરાઇ છે. આ સબસિડી પ્રતિ કિગ્રા દીઠ છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : વ્યાપાર સમાચાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.