AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતર અને પાણીનો જીવાતના ઉપદ્રવ વચ્ચેનો સંબંધ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખાતર અને પાણીનો જીવાતના ઉપદ્રવ વચ્ચેનો સંબંધ
• જમીનની તૈયારી કરતી વખતે સારુ કહોવાયેલું છાણિયું/ કમ્પોસ્ટ/ વર્મીકમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાથી પાકમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે. • ઉપરોક્ત ખાતરોની જગ્યાએ જો ખોળનો ઉપયોગ કરવો હોય તો લીમડા કે દિવેલીનો ખોળ ઉત્તમ ગણાય છે. આવા ખોળના ઉપયોગથી ઉધઇનો પ્રશ્ન મહદ અંશે કાબૂમાં રહે છે. • રાસાયણિક ખાતરો તેની ભલામણ કરેલ માત્રામાં જ ઉપયોગ કરવો. વધુ પડતા અને વારંવાર નાયટ્રોજનયુક્ત ખાતરના ઉપયોગથી જીવાતની વસ્તિ વધતી હોય છે દા.ત. ડાંગરમાં બદામી ચૂસિયાં અને પાન વાળનાર ઇયળો. • ડાંગરના પાકમાં યુરિયા કરતા એમોનિયમ સલ્ફેટ ખાતરના ઉપયોગ હપ્તેથી કરવાથી ચૂસિયાંનો ઉપદ્રવ ઓછો રહે છે. • ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો છોડની ક્ષમતામાં વધારો થતો હોવાથી જીવાતથી ઓછું નુકસાન થાય છે. • પૂરતું પિયત આપેલા કઠોળ પાકમાં ઓછું પાણી આપેલ પાક કરતાં મોલોનો ઉપદ્રવ ઓછો રહે છે. • વધુ પડતું પિયત આપેલ શેરડીના પાકમાં સ્ટેમ બોરર અને સફેદમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે, જેથી પાકમાં જરુર પ્રમાણે અને કટોકટી અવસ્થાએ પિયત આપી પાણીનો બચાવ કરવો. • વધુ પડતા ખાતર અને પિયતથી પાકની જરુર કરતા વધુ વાનસ્પતિક વૃધ્ધિ થવાથી પાન ઉપર નભતી જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. • ડાંગરની ક્યારીમાં સતત પાણી ન ભરી રાખતાં સમયાંતરે નિતાર કરવાથી બદામી ચૂસિયાં કાબૂમાં રહે છે. • ફળફળાદિની વાડીમાં ડ્રીપથી પિયત આપવાથી મોટા ભાગની જીવાતો અંકૂશમાં રહે છે. • ટામેટાંમાં સ્પ્રીંકલર કરતા ડ્રીપથી પિયત આપવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. • ભીંડા જેવા પાકમાં પિયતનો ગાળો લંબાવવાથી શીંગ કોરી ખાનાર ઇયળથી નુકસાન ઓછું રહે છે. • જો પાકને નુકસાન ન થતું હોય તો એકાદ ભારે પિયત આપવાથી ખેતરમાં ઉંદર અને ખિસખોલીથી થતું નુકસાન ઘટાડી શકાય છે.
લેખ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
254
3
અન્ય લેખો