AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતરના ભાવ વધારાને લઈને સરકારની મોટી જાહેરાત, જાણો વિગત !
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
ખાતરના ભાવ વધારાને લઈને સરકારની મોટી જાહેરાત, જાણો વિગત !
👉 ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી વધારી છે. આ બાબતે કેન્દ્રીયમંત્રીએ જાહેરાત કરી હતી. ચાલો જાણીએ વિગત. 👉 ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા આદેશ અપાયો છે. કેન્દ્રએ ખાતર પર અપાતી સબસિડી વધારી છે, જેથી ખેડૂતો પર વધારાનો બોજ નહીં પડે. 👉 તમને જણાવી દઈએ કે ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારે ખાતર સબસિડી વધારીને રૂ .28,000 કરોડ કરી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીએ સોમવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે પણ ખેડૂતોને પહેલાના જ દરે ખાતર મળશે. 👉 તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં ભારત સરકારે ખેડૂતોને સમાન દરે ખાતર આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનએ ખેડૂતોના લાભ માટે યુરિયા, ડીએપી, એસએસપી, એનપીકે ખાતરો પરની સબસિડીમાં વધારો કર્યો છે. 👉 કયા ખાતરમાં કેટલી સબસિડી ? યુરિયામાં પ્રતિ બેગ રૂ. 2 હજારની સબસિડી DAPમાં પ્રતિ બેગ રૂ. 1,650ની સબસિડી SSPમાં પ્રતિ બેગ રૂ. 375ની સબસિડી NPKમાં પ્રતિ બેગ રૂ. 1 હજારની સબસિડી 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
6