AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાંડ ફેક્ટરીઓની નિકાસ માટેની છે મોટી તકો
કૃષિ વાર્તાપુઢારી
ખાંડ ફેક્ટરીઓની નિકાસ માટેની છે મોટી તકો
પુણે: ચીન ભારતમાંથી કાચી ખાંડની આયાત કરવા ઇચ્છુક છે, તાજેતરમાં એક ચીની પ્રતિનિધિમંડળે દિલ્હીમાં 5,000 ટન કાચી ખાંડની આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચીનનું દસ સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ 23 નવેમ્બરના રોજ દિલ્હીમાં ફેડરેશન ઓફ નેશનલ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝની ઓફિસમાં આવી રહ્યા છે. ચીન ને ઓછામાં ઓછી 5 લાખ ટન કાચી ખાંડની જરૂર છે, તે સહકારી અને ખાનગી ખાંડની ફેક્ટરીઓને નિકાસ કરારની વિશાળ તક આપે છે._x000D_ સુગર ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનવરે એ જણાવ્યું હતું કે ચીનને ખાંડની નિકાસ કરતી વખતે નિકાસ દર વૈશ્વિક બજારભાવના આધારે રહેશે. હાલમાં જો કાચી ખાંડની નિકાસ કરવાની હોય તો તેનો ભાવ કારખાનાઓને પ્રતિ ક્વિન્ટલ 1950 થી 2000 રૂપિયા સુધી મળશે. આ ઉપરાંત, ખાંડનો ખર્ચ બચી જશે અને બેંકોના વ્યાજ દરની બચત થશે અને નફો થશે._x000D_ વળી, કેન્દ્ર સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી છે, જેની શરૂવાત 1 ઓક્ટોબરથી થઈ ગઈ છે. નિકાસની ઇચ્છા રાખનાર કારખાનાઓએ 23 નવેમ્બરના રોજ દિલ્હીની ઓફિસમાં ચીન અને ભારતના ચીની નિકાસ કરારની બેઠકમાં ભાગ લેવો જોઈએ._x000D_ સંદર્ભ - પુઢારી, 28 ઓક્ટોબર 2019_x000D_
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
45
1
અન્ય લેખો