AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાંડની નિકાસ માટે સબસિડી
કૃષિ વાર્તાલોકમત
ખાંડની નિકાસ માટે સબસિડી
નવી દિલ્હી: માર્કેટિંગ, આંતરિક પરિવહન અને શિપિંગ જેવા વિવિધ ખર્ચ સાથે ખાંડની નિકાસ માટે કેન્દ્ર સરકારે પ્રતિ ક્વિન્ટલ 1 હજાર 45 રૂપિયાની સબસિડી જાહેર કરી છે. તમામ પ્રકારની ખાંડ, સફેદ, કાચી અને શુદ્ધ માટે આ સબસિડી હશે.રાષ્ટ્રીય સુગર ફેડરેશનના અધ્યક્ષ દિલીપ વાલસે પાટીલે સુગર ફેક્ટરીઓને નિકાસ યોજના માટે દરખાસ્ત મોકલવા તાકીદ કરી છે.
આગામી શેરડીની વાવણીની સિઝનને ધ્યાનમાં રાખીને, સરકારે ગુરુવારે 3 લાખ ટન ખાંડની નિકાસ માટે જાહેરનામું જાહેર કર્યું છે. 1 ઓક્ટોબરથી શરૂ થતી નવી સુગર સીઝનમાં પહેલાથી હાજર ખાંડનો જથ્થો 145 લાખ ટન છે. નવી સીઝનમાં ખાંડનું ઉત્પાદન 263 લાખ ટન થવાનો અંદાજ છે. દેશમાં વાર્ષિક વપરાશ 260 લાખ ટન થવાનો અંદાજ છે. તેને ધ્યાનમાં રાખીને 70 થી 80 લાખ ટન ખાંડની નિકાસ કરવી જરૂરી છે. સંદર્ભ - લોકમત, 14 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
50
0