નઈ ખેતી, નયા કિસાનફોરેસ્ટ.ગુજરાત
ખર્ચ વગરની ખેતી, કમાણી દમદાર અને ખર્ચ સામાન્ય !
ઉત્પાદન અને આવક - 🌿 આર્થિક દ્રષ્ટિકોણ મલેશિયન નીમ બાયો માસ એનર્જી પ્રોડક્ટ જેવા કે સિમેન્ટ, ગ્લાસ, સ્ટીલ તથા એલ્યુમિનિયમ ઉદ્યોગો તથા પ્લાયવુડ વેનિયર બનાવવામાં વપરાતા હોય છે. ક્યુબીક ફૂટના ભાવે બજારમાં વેચાય છે . દક્ષિણ ભારતમાં સાઈઝ પ્રમાણે મિલિયા ડુબીયાનું લાકડું 15 થી 25₹ પ્રતિ કિલોના ભાવે પણ વેચાય છે જેનો ઉપયોગ ફર્નિચરમાં થાય છે. પુનઃખરીદી (બાયબેક) કરાર : 🌿 ભારતમાં પ્રથમવાર ખેડૂતોના હીતમાં રાજ્ય સરકાર મારફતે વેચાણ અંગેનો કરાર નીચે મુજબ શરતે 🌿 રોપા 10*10 ફૂટના અંતરે રોપવાના રહેશે. 🌿 સમગ્ર વાવેતરમાંથી કોઈપણ ઝાડ વચ્ચેથી કાપી શકાશે નહિ. 🌿 આંતરપાક લઈ શકાય. ( વૃક્ષ સિવાય ) 🌿 વાવેતરના ૮ વર્ષ પૂર્ણ થતાં ખેડૂતોના ખેતરમાંથી તમામ ઝાડ ₹૬૦૦૦ પ્રતિ ટનના દરે બાયબેક ગેરંટીમાં ખરીદી થશે. ( જો કરાર અંતર્ગત વેચાણ કરવું હોય તો જ ) 🌿 ઝાડના થડનો ઘેરાવો અને ઝાડનો વિકાસ ૮ વર્ષ પહેલાં સારા થાય તો પરસ્પર સમજૂતીથી કાપી શકાશે. 🌿 ખરીદી સમયે બજારમાં વધુ ભાવ હશે તો તે સમયના બજાર ભાવે ઝાડ ખરીદાશે, તેમ છતાં ખેડૂત સ્વતંત્ર રીતે અન્ય વેપારીને વેચાણ કરી શકશે. 🌿 બાયબેક કરારમાં ખેડૂત ઈચ્છે તો જ સમાવેશ કરી શકાશે. લીમડાને અનુકૂળ જમીન અને આબોહવા ૧. લીમડાને સમશીતોષણ આબોહવા બધા જ પ્રકારનું વાતાવરણ અનુકૂળ છે. ૨. પાણી ભરાઈ ન રહેતું હોય તેવી તમામ પ્રકારની જમીન અનુકૂળ ૩. ૧૦ X ૧૦ ફૂટે વાવેતર ૪. પ્રતિ એકરે ૪૦૦ રોપાની જરૂર ૫. ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસે તથા શિયાળામાં ૨૦ થી ૩૦ દિવસ પિયત જરૂરી ૬. ડ્રીપ હોય તો ઝડપી વિકાસ થાય ૭. વાવેતર સમયે પાયામાં ખાડો કરી દેશી ખાતર આપવું જરૂરી ૮.પુરક ખાતર પણ આપી શકાય. ( સેન્દ્રીય તેમજ રાસાયણિક ) શા માટે મિલિયા ડુબીયાની ખેતી : 🌿 ઝડપી વિકાસ પામતી વૃક્ષની જાત 🌿 ૮ થી ૧૦ વર્ષમાં કાપણી કરી શકાય 🌿 કાપણી બાદ ફરી ફૂટે, ફરી વાવેતરની જરૂર નહિ 🌿 નીલગીરીની જેમ સીંધો વિકાસ - આંતરપાક લઈ શકાય 🌿 જંગલી કે પાલતું પશુ કે પક્ષી કોઈનો ઉપદ્રવ નહિ 🌿 ૮ થી ૧૦ વર્ષ બાદ અંદાજીત પ્રતિ એકરે ૧૨ થી ૧૫ લાખ સુધીની આવક ( પ્રતિ એકરે વાર્ષિક ૧.૫ થી ૨ લાખ ) સદર યોજના અંતર્ગત ગુજરાતના કોઈપણ ખેડુતને ૨૦૦ થી લઈને કોઈપણ મર્યાદા વગર મિલિયા ડુબીયા લીંમડાનું વાવેતર કરી શકાય. ₹16 સબસિડી ( ₹8 +4 + 4 ) ત્રણ તબક્કામાં મળવાપાત્ર છે. વધુ માહિતી માટે સામાજિક વનીકરણ વિભાગ અને રેન્જ ઓફિસ ણો સંપર્ક કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ફોરેસ્ટ.ગુજરાત. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
5
અન્ય લેખો