AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખરીફ પાક નો વીમો કરવો હવે ઘરે બેઠા ! જાણો સરળ પ્રક્રિયા !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
ખરીફ પાક નો વીમો કરવો હવે ઘરે બેઠા ! જાણો સરળ પ્રક્રિયા !
👉 ખેડૂતો ખરીફ સીઝન માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના માં જોડાવા માંગતા હોય, તો નોંધણી 31 જુલાઈ સુધી થઈ શકશે. ત્યારબાદ વીમો મળશે નહી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મળતા વીમાના મોટાભાગના પ્રીમિયમની રકમ ચૂકવે છે અને ખેડૂતોને ખૂબ ઓછા પૈસા ચૂકવવા પડે છે. 👉 ખેડૂતએ પાક પરના કુલ પ્રીમિયમના માત્ર 1.5 થી 2 ટકા ચુકવવા પડશે. જ્યારે કેટલાક વ્યાપારી પાક માટે તે 5 ટકા સુધીનો દર છે. ખેડૂતો ઘરે બેઠાં જ આ વિશેની માહિતી મેળવી શકે છો, જે પાક માટે પાક વીમો લેવાનો છે તેના માટે કેટલું પ્રીમિયમ આવશે. આ બધી જ માહિતી ભારત સરકારના પોર્ટલ પરથી જાણી શકાય છે. પ્રીમિયમની ગણતરી કરવા માટે 1. સૌથી પહેલા https://pmfby.gov.in/ પર જાઓ. 2. અહીં વીમા પ્રીમિયમ કેલ્ક્યુલેટરની કોલમ જોવા મળશે. 3. તેને ક્લિક કરતા છ કોલમ દેખાશે. 4. તેમાં સિઝન, વર્ષ, યોજના, રાજ્ય, જિલ્લા અને પાકની કોલમ ભરો. 5. ત્યારબાદ ગણતરીના બટન પર ક્લિક કરો. 6. કેટલું પ્રીમિયમ ભરવાનું થશે તે જોઈ શકાશે. 7. દરેક જિલ્લા પ્રમાણે પ્રીમિયમ અલગ અલગ હોઈ શકે છે. તે ત્યાંના જોખમ પર આધારીત છે. પ્રીમિયમ કેવી રીતે નક્કી થાય છે 👉 દરેક રાજ્ય અને જિલ્લામાં પ્રીમિયમની રકમ અલગ અલગ હોય છે. દરેક પાક માટે પણ વીમા રકમ અલગ છે. આ રકમનો જિલ્લા તકનીકી સમિતિના અહેવાલ પર નિર્ણય લેવામાં આવે છે. આ સમિતિમાં કલેકટર, હવામાન વિભાગના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેડુતોના પ્રતિનિધિ અને વીમા કંપનીના અધિકારીઓ શામેલ છે. આ રિપોર્ટ દરેક પાકની સીઝન પહેલા મોકલવામાં આવે છે. આ અહેવાલના આધારે વીમા કંપનીઓ પ્રીમિયમ રકમ નક્કી કરે છે. વીમો કેવી રીતે લેવો 1. જો તમને પાક વીમા યોજનામાં ઓફલાઇન ફોર્મ ભરવું હોય તો નજીકની બેંકમાં જાઈ વીમો લઈ શકો છો. 2. ઓનલાઇન ફોર્મ ભરવા માટે, તમે યોજનાની વેબસાઇટ પર જઈ શકો છો. 3. આ યોજનામાં ઘણા ફેરફારો કરીને તેને પહેલાં કરતા વધુ સરળ બનાવવામાં આવ્યું છે. 👉 સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
7
અન્ય લેખો