નઈ ખેતી, નયા કિસાનTV 9 ગુજરાતી
ખરાબ જમીનમાં પણ થશે દમદાર ખેતી, આ છે લેમન ઘાસ ની ખેતી !
🌱 એક વખત ઘાસ લગાવ્યા બાદ પાંચથી સાત વર્ષ સુધી તેના પાંદડા કાપીને વેચી તેમાંથી નફો મેળવી શકાય છે. લેમન ગ્રાસની ખેતીનો મોટો ફાયદો એ છે કે તે ઓછા પાણીએ પણ થાય છે. જેથી પાણીની સમસ્યાવાળા વિસ્તારમાં પણ આ ખેતી સરળતાથી કરી શકાય છે. આ ખેતીમાં જંગલી જાનવરોનો નુકસાનનો ભય રહેતો નથી. 🌱એકદમ સરળ હોય છે લેમનગ્રાસની ખેતી 🌿 લેમન ગ્રાસ પોતાના સુગંધિત પાંદડાઓના કારણે મહત્વપૂર્ણ છે. તેમજ લેમનગ્રાસની ખેતી બંજર જમીનમાં પણ થતી હોવાથી વધુ માવજતની જરૂર રહેતી નથી. એકવાર રોપણી કર્યા બાદ તેમાથી પાંચથી સાત વર્ષ સુધી ઉપજ મેળવી શકાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર લેમન ગ્રાસનો ઉપયોગ મોટાપાયે એન્ટીઓક્સિડેન્ટ સ્વરૂપે થાય છે. તેમજ મેડિસીન, કોસ્મેટિક અને ડિટર્જન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. તથા આ ખેતીની સૌથી સારી વાત એ છે કે તેમાં ખાતરની જરૂર પડતી નથી. 🌱 લેમન ગ્રાસની રોપણી કરવાનો યોગ્ય સમય ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચેનો ઉત્તમ માનવામાં આવે છે. એક મહિલા ખેડૂત અનુસાર લેમન ગ્રાસની ખેતીમાં કમાણી જોઈએ તો એક લાખથી દોઢ લાખ સુધીની કરી શકાય છે. જેમાં લેમન ગ્રાસના એક કિલો તેલનો ભાવ 800 રૂપિયા મળે છે. 🌱 બનાસકાંઠા, પાટણ અને કચ્છ જેવા સિંચાઈની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ઘણા ખેડૂતો લેમન ગ્રાસની ખેતી તરફ વળ્યા છે. આ વિસ્તારમાં ગરમી વધુ પડે છે પરંતુ લેમન ગ્રાસને ગરમી નડતી નથી. તેથી આ વિસ્તાર લેમન ગ્રાસની ખેતી માટે અનૂકુળ છે. વર્તમાનમાં ગુજરાતમાં આશરે 1500 જેટલા ખેડૂતો છે જે લેમન ગ્રાસની ખેતી કરે છે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
7
અન્ય લેખો