AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ !
📢 ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું? 📢 જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જમાવટ ના થાય. 📢 પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ અને ભેજની ખેચ થવા દેવી નહી. 📢 બે-ત્રણ પિયત બાદ એકાદ ભારે પિયત આપવું જેથી મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો જર્મીનમાં ઉડે ઉતરી જાય. 📢 શકય હોય તો વચ્ચે એકાદ સારા પાણીથી પિયત આપવું જોઈએ. 📢 ક્ષારયુક્ત પાણીથી ખેતી કરવા માટે ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ ફાયદાકારક છે. 📢 બંને ત્યાં સુધી ઉનાળુ પાક ન લેવો અને શિયાળુ પાક પણ શક્ય તેટલો વહેલો લેવાય તેવું આયોજન કરવું. 📢 ઉંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લોલો પડવાશ વગેરેના ઉપયોગથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન બગડતી અટકે છે. 📢 કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, દિવેલા, ટામેટા,આંબળા, દાડમ, જામફળ વગેરે પાકોની જે સહનશીલ છે તેવા પાકનું વાવેતર કરવું. 📢 એમોનિયમ સલ્ફેટ, કેન, ડીએપી, યુરીયા, સીંગલ સુપર ફોસ્ફેટ વાપરવા હિતાવહ છે. આમ છતાં શક્ય હોય ત્યાં સુધી ડીએપી તથા યુરીયાનો ઉપયોગ ટાળવો. 📢 જમીનમાં જીપ્સમની સાથે છાણિયું ખાતર ઉમેરી ઉંડી ખેડ કરવી લાભદાયક છે. 📢 મીઠા પાણીની ઉપલબ્ધી હોય તો વાવણી પહેલાં મીઠા પાણીથી એક પિયત આપવું જોઈએ, જેથી જમીનના ઉપલા સ્તરમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય અને પાકનો ઉગાવો સારો થાય, જે શિયાળુ પાક માટે વધારે ઉપયોગી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
6