AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્યારે થશે ચોમાસાનું આગમન? જાણો એક્સપર્ટ ની આગાહી !
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર
ક્યારે થશે ચોમાસાનું આગમન? જાણો એક્સપર્ટ ની આગાહી !
🌥 કેરળમાં આ વર્ષે 27મી મેની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે. 🌥 મુંબઈમાં 10મી જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. બીજી તરફ 15 જૂન સુધીમાં સુરતની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. 20મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 🌥 હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ગુજરાતમાં જૂનના પ્રારંભ પહેલાથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે બાદમાં 15મી જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
2
અન્ય લેખો