AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોરોના સામે રક્ષણ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય !
એગ્રી ડૉક્ટર સલાહGSTV
કોરોના સામે રક્ષણ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય !
👉 કોરોના સામે રક્ષણ મેળવવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દરેકને કોરોના દરમિયાન યોગ્ય વર્તનની સલાહ આપે છે. આ ઉપરાંત સંક્રમણથી બચવા માટે ઇમ્યુનિટી મજબૂત રાખવા પર પણ ભાર આપે છે. આયુષ મંત્રાલયે કોરોના સામે રક્ષણ માટે કેટલાક ઉપાય શેર કર્યા છે, જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણી તેના વિશે… 👉 દિવસભરમાં અનેક વખત હૂંફાળા પાણી પીવો. હૂંફાળા પાણીમાં એક ચપટી મીઠું અને હળદર નાખી કોગળા કરો. 👉 ઘરે રાંધેલું ભોજન જમો. સહેલાઇથી પચી શકે એવો ખોરાક જમો. ખાવામાં હળદર, જીરા, ધાણા, આદુ અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો. 👉 આયુષ નેશનલ ક્લિકિનકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ મંત્રાલયની સલાહ મુજબ, દૈનિક ઓછામાં ઓછા 30 મિનિટ માટે યોગ, પ્રાણાયામ અને મેડિટેશનનો પ્રયાસ કરો. આ ઉપરાંત સારી ઉંઘ લો. દિવસમાં ઉંઘવાથી બચો અને રાત્રે 7-8 કલાકની ઉંઘ લો. 👉 ઇમ્યુનિટી વધારવા માટે બે વખત 20 ગ્રામ ચ્વનપ્રાશ સવાર-સાંજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે લો. દિવસમાં એક વખત હળદરવાળું દૂધ પીવો. 👉 તુલસી, તજ, સૂકું આદુ અને કાળા મરીથી બનેલી હર્બલ ટી અથવા કાઢા પીવો. તેના માટે આ તમામ સામગ્રીને 150 એમએલ હૂંફાળા પાણીમાં નાંખી ઉકાળો. હવે તેને ગાળી લો અને દિવસમાં એક અથવા બે વખત પીવો. તમે તેમા સ્વાદ માટે ગોળ, સુકી દ્રાક્ષ અને એલચી નાંખી શકો છો. 👉 સવાર-સાંજ નાકમાં તલનું તેલ, નારિયેળનું તેલ અથવા પછી ગાયનું ઘી નાંખો. દિવસમાં એક અથવા બે વખત ઓઇલ પુલિંગ થેરેપી કરો. તેના માટે તમે 1 ચમચી તલનું તેલ અથવા નારિયેળનું તેલ મોંઢામાં લો. 2-3 મિનિટ સુધી મોંઢામાં તેને ચારે બાજુ ફરાવો અને પછી થૂંકી દો. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરો. 👉 સૂકા કફથી રાહત માટે સ્ટીમ લો. તમે સાદા પાણી અથવા પછી તેમાં ફુદીનાના પાન, અજવેણ અથવા પછી કપૂર નાંખીને પણ ભાપ લઇ શકો છો. દિવસમાં એક વખત ભાપ જરૂર લો. જોકે ધ્યાન રહે કે વધારે ગરમ પાણીની ભાપ ના લો. 👉 લવિંગને ખાં અથવા મધ સાથે મિક્ષ કરી દિવસમાં બેથી ત્રણ વખત લો. તેનાથી ઉધરસ અને ગળામાં રાહત મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
8