AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોરોના વાયરસને કારણે કપાસ, બાસમતી અને સોયાબીનના ભાવ ઘટ્યા
કૃષિ વાર્તાAgrostar
કોરોના વાયરસને કારણે કપાસ, બાસમતી અને સોયાબીનના ભાવ ઘટ્યા
નવી દિલ્હી: કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચીન પછી ઈરાન અને અન્ય દેશોમાં પણ વાયરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ખેતીમાં મંદી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં ચોખા, કપાસ અને સોયાબીનના ભાવમાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે._x000D_ ફેબ્રુઆરીની શરૂઆતથી જ હોલસેલ માર્કેટમાં કપાસ અને સુતરાઉ દોરાના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. બાસમતી ચોખાના ભાવોમાં 10 ટકા અને સોયાબીનના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ત્યાં જ, બંદરો પર આશરે 60,000 ટન ચોખા પડેલા છે. એ જ રીતે સોયાબીનની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનાથી સોયાબીનના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ભારત દર વર્ષે 15-20 લાખ ટન સોયાબીન મિલની નિકાસ કરે છે. ઈરાન તેમાંથી 25 ટકા સુધીની ખરીદી કરે છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો સોયાબીનના દરમાં 5% નો ઘટાડો થશે._x000D_ સંદર્ભ - Agrostar, 4 માર્ચ 2020_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
576
0
અન્ય લેખો