AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબી અને ફ્લાવર: મોલો-મશીનું સંકલિત નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબી અને ફ્લાવર: મોલો-મશીનું સંકલિત નિયંત્રણ
કોબી અને ફ્લાવર ખેડૂતો વર્ષ દરમ્યાન સતત વાવેતર કરતા હોય છે. આપ પાકમાં મોલો-મશી ઉપરાંત હીરાફૂદાની ઇયળ નુકસાન કરતી હોય છે. રોપણીનો સમય અને આગોતરું આયોજન પ્રમાણે પગલાં લેવાથી આ જીવાતોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરી શકાય છે. • મોલો પાન/ દડા માંથી રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો છોડ ઉપર કાળી ફૂગનો વિકાસ થતા પ્રકાશસંશ્લેષણની ક્રિયા ખોરવાય છે. પાન કોકડાઇ જાય અને વિકૃતિ દેખાય છે. નુકસાન વાળા છોડ ઉપર દડા બંધાતા નથી. છેવટે ગુણવત્તા, ઉત્પાદન અને બજાર ભાવ પર વિપરીત અસર પડતી હોય છે. • ઓક્ટોબરના ચોથા અ‍ઠવાડીયા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા વચ્ચે કરેલ કોબી- ફ્લાવર ની રોપણીમાં મોલોનો ઉપદ્રવ નહિવત હોય છે. મોડી કરેલ રોપણીમાં ઉપદ્રવ સવિષેસ જોવા મળે છે. • વાતાવરણમાં ભેજ અને તાપમાનનો વધારો થતા આ જીવાતનું પ્રમાણ વધે છે. • એક એકરે આ જીવાતના અટકાવ અને મોજણી માટે પીળા ચીકણા ટ્રેપ્સ ૧૦ ની સંખ્યામાં લગાવવા.
• મોલોને ભક્ષણ કરતા દાળિયા અને પરજીવી કિટકોની સારી એવી હાજરી જોવા મળે ત્યારે રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો. • ડાયરેટેલીયા રેપી નામનું પરજીવી કીટકની હાજરી નોંધપાત્ર જોવા મળતી હોય છે, જે મોલોનું પરજીવીકરણ કરી તેમની વસ્તિમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે. • રાસાયણિક દવાની જગ્યાએ ઉપદ્રવની શરૂઆતના સમયે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • બાયોપેસ્ટીસાઇડનો લાભ લેવો હોય તો વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • ઉપદ્રવ વધતો જણાય એસિટામીપ્રીડ ૨૦% એસપી ૩ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦% ઓડી ૩ મિ.લિ. અથવા ડાયફેન્થુરોન ૫૦% વેપા ૧૦ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઇ શકાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
102
0
અન્ય લેખો