AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ ને નુકસાન કરતી ઈયળ નો રામબાણ ઈલાજ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ ને નુકસાન કરતી ઈયળ નો રામબાણ ઈલાજ !
💠 કોબીજ રોપ્યા પછી ૧૦-૧૫ દિવસે ડીબીએમ (હીરાફૂંદી)ની ઇયળ અને પાન ખાનારી લશ્કરી ઇયળનો ઉપદ્રવ આવી શકે છે. 💠પીળાશ પડતી લીલા રંગની હીરાફૂંદાની ઇયળ શરુઆતમાં પાનની પેશી અને ત્યાર બાદ છિદ્રો પાડી છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. 💠જ્યારે પાન ખાનાર લશ્કરી ઇયળ ખૂબ જ ખાઉધરી છે અને પણ પાન અને વિકસતા દડાને કોતરી ખાતા કોબીજનો પાક નિષ્ફળ બનાવે છે. 💠આ બન્ને ઇયળમાંથી કઇ ઇયળથી નુકસાન થયું છે તે જાણવું હોય તો નુકસાનવાળા છોડ ઉપર સારા પ્રમાણમાં હઘાર જોવા મળે અને છોડ ગંધો દેખાય તો સમજવું કે તે પાન ખાનાર ઇયળથી થયું છે, નહિતર ડીબીએમ ઇયળથી. 💠આ બન્ને ઇયળોના ફિરોમોન ટ્રેપ્સ ઉપલબ્ધ છે, ૧૦ પ્રતિ એકર પ્રમાણે ગોઠવવા. 💠ડીબીએમ ઇયળ માટે આંતરપાક તરીકે ટામેટા અને પિંજરપાક તરીકે ખેતરની ચારે બાજુ રાયડો કે અસાળિયો કર્યો હોય તો ઉપદ્રવ ઓછો રહે છે. 💠પાન ખાનાર ઇયળ માટે પિંજર પાક તરીકે દિવેલાની ભલામણ છે. 💠ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો બીટી પાવડર (૨૦ ગ્રામ), લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ (૪૦ મિલિ- ૧૫૦૦ પીપીએમ વાળી દવા) કે પછી બાયોપેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયા (૪૦ ગ્રામ) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી શકે છે. 💠વધારે ઉપદ્રવ જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી @ 6 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી @ 10 ગ્રામ અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિલિ અથવા પ્રતિ ૧5 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 💠ઇયળમાં દવા સામે પ્રતિકારકશક્તિ કેળવાતી અટકાવવા માટે દરેક છંટકાવ વખતે દવા બદલવી. 💠છંટકાવ અને દડાની વિણી વચ્ચે જરુરી દિવસનો ગાળો રાખવાથી દવાના અવશેષો રહેતા નથી. 💠 પાક લેવાઇ ગયા પછી ખેતર ખેડી જડીયા વિણી લઇ નાશ કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
12
5
અન્ય લેખો