AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ/ કોલીફ્લાવર માં હીરાફૂંદી ની ઇયળનું વ્યવસ્થાપન !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ/ કોલીફ્લાવર માં હીરાફૂંદી ની ઇયળનું વ્યવસ્થાપન !
👉આ ઇયળ કોબીજ-કોલીફ્લાવર ઉપરાંત મૂળા, બીટરુટ, ટરનીપ, રાયડા વિગેરેમાં પણ જોવા મળે છે. 👉જે ફૂદાં બેઠા હોય ત્યારે હીરા જેવો આકાર દેખાય છે તેથી તે હીરાફૂદાં તરીકે ઓળખાય છે. 👉ઇયળો પીળાશ પડતા લીલા રંગની હોય છે. 👉આ ઇયળો શરૂઆતમાં પાનની પેશીઓ અને પછી પાનમાં છિદ્રો પાડી નુકસાન કરે છે. 👉વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા બનાવી દે છે. 👉આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે ટામેટી આંતરપાક તરીકે કરવી. 👉પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર ખેતરની ચારે બાજું બે-ત્રણ હરોળ કરવી. 👉આ ફૂંદીને પકડવા માટે મળતા ફેરોમોન ટ્રેપ હેકટર દીઠ 10 પ્રમાણે સંખ્યામાં ગોઠવવા. 👉બીટી નામના જીવાણુંનો પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં પ્રમાણે છંટકાવ કરવો. 👉ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. 👉આ જીવાતનું પરજીવી “કોટેશિયા પ્લુટેલી” કીટકની હાજરી હોય તો દવાના છંટકાવ ટાળવા. 👉વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 20 ગ્રામ અથવા ટોલફેનપાયરેડ 15 ઇસી 20 મિલિ અથવા ક્લોરફ્લુએઝુરોન 5.4 ઇસી 30 મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉ઇયળમાં દવા સામે પ્રતિકારકશક્તિ કેળવાતી અટકાવવા માટે દરેક છંટકાવ વખતે દવા બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
12
અન્ય લેખો