ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કોબીજ અને કોલીફ્લાવર માં દડો કોરનાર ઇયળ/લીલી ઇયળ !
👉 ઇયળ દડામાં કાણું પાડી અંદર રહી કોરી ખાય છે જ્યારે કોલીફલાવરનાં પાન અને ફૂલમાં નુકસાન કરે છે. 👉 નુકસાન પામેલ દડા બજારમાં વેચવા યોગ્ય રહેતા નથી. 👉 આ ઇયળ કોબીજ/ કોલીફ્લાવરના દડા ઉતારતી વખતે ખાસ જોવા મળે છે જેથી દવા છાંટતી વખતે કાળજી રાખવી. 👉 આ ઇયળના ફેરોમોન ટ્રેપ્સ પણ મળે છે જે ૮-૧૦ ટ્રેપ્સ પ્રતિ એકરે લગાડવા. 👉 શક્ય હોય ત્યાં સુધી બાયોપેસ્ટીસાઇડ્સ જેવી કે બ્યુવેરિયા બેઝીઆના ૫ ડબલ્યુપી (૧ x ૧૦૮ સીએફયુ/ ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે અથવા તો લીમડા આધારિત દવા ૧૫ મિલિ (૧૫૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૫ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
8
4
સંબંધિત લેખ