ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજમાં હીરાફૂદા (ડીબીએમ) ઇયળનું સંકલિત નિયંત્રણ
ખેડૂતો કોબીજનો પાક બારેમાસ લેતા હોય છે. ભારતમાં 0.31 મિલિયન હેક્ટરમાં વવાય છે અને તેનું ઉત્પાદન 6.87 મિલિયનમેટ્રીક ટન થાય છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને કર્નાટક રાજ્યોમાં કોબીજની ખેતી મોટા પાયે થતી હોય છે. આ બધા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ મોખરાનું સ્થાન ધરાવે છે. કોબીજના પાકમાં હીરાફૂદીની ઇયળ મુખ્ય નુકસાન કરતી જીવાત ગણાય છે. આ જીવાત સૌ પ્રથમ સને 1914 માં હરિયાણા રાજ્યમાં દેખાઇ હતી અને ત્યાર બાદ ધીરે ધીરે બધા જ રાજ્યોમાં ફેલાવો થયો. આ ઉપરાંત મોલો, પાન ખાનાર ઇયળ અને દડો કોરી ખાનાર ઇયળોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. હીરા ફૂદાંની અગ્ર પાંખોની પાછળની ધારે મધ્યમાં ત્રણ સફેદ ટપકાં હોય છે, જે ફૂદાં બેઠા હોય ત્યારે હીરા જેવો આકાર દેખાય છે તેથી તે હીરાફૂદાં તરીકે ઓળખાય છે. ઇયળો પીળાશ પડતા લીલા રંગની હોય છે. આ ઇયળો શરૂઆતમાં પાનની પેશીઓ અને પછી પાનમાં છિદ્રો પાડી નુકસાન કરે છે. વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાય છે.
સંકલિત વ્યવસ્થાપન: _x000D_ o આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે ટામેટી આંતરપાક તરીકે કરવી. _x000D_ o પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય._x000D_ o ફેરોમોન ટ્રેપ હેકટર દીઠ 10 ની સંખ્યામાં ગોઠવવા._x000D_ o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 મિલી પ્રતિ એકર (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો._x000D_ o વનસ્પતિજન્ય કે રાસાયણિક દવાનાં મિશ્રણ સાથે કપડા ધોવાનો પાવડર 10 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે._x000D_ o આ જીવાત કીટનાશકો સામે ઝડપથી પ્રતિકારકશક્તિ કેળવે છે. તેથી દરેક છંટકાવ વખતે દવા બદલતી રહેવી._x000D_ o પાક લેવાઇ ગયા પછી ખેતર ખેડી જડીયા વિણાવી નાશ કરવા._x000D_ o આ જીવાતનું પરજીવી “કોટેશિયા પ્લુટેલી” કુદરતી રીતે 60 ટકા જેટલું નિયંત્રણ કરતા હોવાથી આવા પરજીવી કીટકની હાજરી હોય તો દવાના છંટકાવ ટાળવા._x000D_ o વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિલી અથવા સાયપરમેથ્રીન 10 ઇસી 10 મિલી અથવા ફેનવાલેરેટ 20 ઇસી 5 મિલી અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસ.સી. 3 મિલી અથવા ક્લોરફેનપાયર 10 ઇસી 10 મિલી અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ 10 ઓડી 3 મિલી અથવા ડાયફેન્થુરોન 50 વેપા 10 ગ્રામ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 3 ગ્રામ અથવા ફિપ્રોનીલ 5 એસસી 10 મિલી અથવા સ્પીનોસાડ 2.5 એસસી 10 મિલી અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુજી 2 ગ્રામ અથવા ફ્લુબેન્ડીયામાઇડ 480 એસસી 3 મિલી અથવા ઇન્ડોકઝાકાર્બ 15.8 ઈસી 5 મિલી અથવા ઇન્ડોકઝાકાર્બ 15.8 એસસી 5 મિલી અથવા લ્યુફેન્યુરોન 5.4 ઇસી 10 મિલી અથવા મેટાફ્લુમીઝોન 22 એસી 10 મિલી અથવા નોવાલ્યુરોન 10 ઇસી 10 મિલી અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 10 ગ્રામ અથવા ટોલફેનપાયરેડ 15 ઇસી 10 મિલી અથવા ક્લોરફ્લુએઝુરોન 5.4 ઇસી મિલી અથવા પાયરીડાલીલ 10 ઇસી 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
122
1
અન્ય લેખો