AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ !!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
કોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ !!
📢કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. 👉દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પીએમ કિસાન સન્માન યોજનાના લગભગ ૨.૮૫ કરોડ ખેડૂતો લાભાર્થી છે. સરકાર કેટલાક સમયથી આવા ખેડૂતોની ઓળખ કરી રહી છે જેઓ યોજના માટે અયોગ્ય છે તેમ છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરિફિકેશન રિપોર્ટમાં અત્યાર સુધીમાં લગભગ ૨૧ લાખ ખેડૂતો આ યોજના માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં આ ખેડૂતોના નામ યોજનાની યાદીમાંથી બાદ કરવામાં આવશે. 👉આ સાથે તેમની પાસેથી અગાઉના હપ્તા પણ વસૂલ કરવામાં આવશે. આ સાથે સ્થાનિક પ્રશાસને કુલ ૧.૫૧ કરોડ ખેડૂતોનો ડેટા ચેક કરીને કિસાન પોર્ટલ પર અપલોડ કર્યો છે. અન્ય ખેડૂતોનો ડેટા પણ ચકાસીને અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અયોગ્ય ખેડૂતોનું નામ આ લિસ્ટમાંથી રદ કરી દેવાશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
2
અન્ય લેખો