કેળ માં પાન ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળ માં પાન ખાનાર ઇયળ !
કેળ નાની હોય અને તેના ઉપર જો પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ થાય તો ઇયળના ઉપદ્રવવાળા પાન તોડી લઇ નાશ કરવા કારણ કે આ ઇયળો શરુઆતમાં સમૂહમાં રહેતી હોય છે. જો મોડા પડાય અને ઇયળો છુટી પડી આખા છોડ ઉપર ફેલાઇ જાય તો તેના નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. દવાના દ્રાવણમાં સ્ટીકર અવશ્ય ઉમેરવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
27
9
અન્ય લેખો