AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળ માં પનામા વિલ્ટ અને તેનું નિયંત્રણ !
આ રોગ ફ્યુઝેરિયમ ઓક્ઝીસ્પોસી નામની જમીનજન્ય ફૂગથી થાય છે. હાલમાં ગુજરાતમાં કેળાનું વાવેતર મોટા પાયે થતું હોવાથી આ રોગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. લક્ષણો : 👉આ રોગમાં શરૂઆતમાં જુના અને નીચેના પાન પીળા પડે છે . ધીમે ધીમે રોગનું પ્રમાણ વધતા કેળના બધા જ પાન પીળા પડીને સુકાઈ જાય છે. છોડનાં થડને અને કંદને આડા કાપીને જોતા રસવાહીનીઓ પીળી, લાલ અથવા જાંબલી રંગની જોવા મળે છે. નિયંત્રણ : 👉પાકની ફેરબદલી કરવી 👉રોગિષ્ટ ખેતરમાંથી વાવેતર માટે પીલા પસંદ ન કરવા 👉રોગવાળા છોડનો નાશ કરવો અને તે જગ્યાએ કાર્બેન્ડાઝીમ ફૂગનાશક દવા 1 ગ્રામ દવા 1 લિટર પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવી જમીનમાં દરેડવું 👉જૈવિક ફૂગનાશક દવા ટ્રાઇકોડર્મા તેમજ સ્યુડોમોનાસ લ્યુરોસન્સ મેળવી આપવાથી સારું નિયંત્રણ થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3