AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળા માં આવતો સીગાટોકા રોગનો અટકાવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કેળા માં આવતો સીગાટોકા રોગનો અટકાવ !
👉 આ રોગની શરુઆત કેળના ત્રીજા કે ચોથા પાનથી શરુઆત થાય છે. 👉 શરુઆતમાં ટપકા સ્વરુપે દેખાય અને પછી બદામી કે કાળા રંગના ડાઘા (લીટા) વધતા જાય છે. 👉 પાનની બે નસ વચ્ચે સંક્રમણ વધતું હોય છે. 👉 કેળના પાન સુકાવા લાગે છે. 👉 આ રોગ પિયત કે પવન દ્વારા આગળ ઉપર ફેલાય છે. 👉 પાક પુરો થયેથી ખેતર એક દમ ચોખ્ખુ કરી દેવું. 👉 તંદુરસ્ત છોડની ગાંઠો રોપવી, પુરતી હવાની અવરજવર રહે તે પ્રમાણે કેળની રોપણી કરવી, શરુઆતમાં રોગગ્રસ્થ પાન કાપી લઇ નાશ કરવા અને કેળની લૂમ ઉતાર્યા પછી તે છોડના બધા જ પાન કાપી લઇ નાશ કરવા. 👉 આ માટે મેટીરામ ૫૫% + પાયરેક્લોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી ૩૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રા અથવા પાયરેક્લોસ્ટ્રોબીન ૨૦ ડબલ્યુજી ૧૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
17
6
અન્ય લેખો