AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળમાં પાન નો ત્રાકિયા ટપકાં (સીગાટોકા) રોગ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કેળમાં પાન નો ત્રાકિયા ટપકાં (સીગાટોકા) રોગ !
📢 ફૂગથી થતા આ રોગમાં પાન ઉપર ત્રાક આકારના ટપકાં (પીળા કે કાળા રંગના) જોવા મળે અને સમય જતા આખું પાન સુકાઇ જતું હોય છે. 📢 કેળની લુમો નાની અને અવિકસિત રહે છે અને લુમમાં કાચા કેળા પાકી જવાની સમસ્યા ઉભી થતી હોય છે. 📢 છોડની નીચેના ટપકાંવાળા પાન કાપી નાશ કરવા. 📢 પેટ્રોલિયમ તેલ “લો વોલ્યુમ” મશીનથી છંટકાવ કરવાથી પણ રોગ કાબૂમાં રાખી શકાય છે. 📢 રોગની તીવ્રતા વધારે જણાતી હોય તો મેન્કોઝેબ 75 ડબલ્યુપી 20 ગ્રામ અથવા મેટીરામ 55% + પાયરેક્લોસ્ટ્રોબીન 5% ડબલ્યુજી દાણાદાર દવા 20 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 📢દવા પાન ઉપર ચોંટી રહે તે માટે દવાના દ્રાવણમાં સારુ સ્ટીકર અવશ્ય ઉમેરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
1
અન્ય લેખો