AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળની ગાંઠનું ચાંચવું !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળની ગાંઠનું ચાંચવું !
👉 છેલ્લા દસેક વર્ષથી આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાય છે. 👉 માદા કિટક થડમાં જમીનથી સહેજ ઉપર ઇંડા મૂંકે છે અને તેમાંથી નીકળતી ઇયળ કેળની ગાંઠમાં બોગદા બનાવી કોરી ખાઇ નુકસાન કરતી હોય છે. 👉 ઉપદ્રવિત છોડના પાન ફિક્કા પીળા રંગના થઇ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ગાંઠનો વિકાસ અટકે છે. 👉 પાછલી અવસ્થાએ ઉપદ્રવ રહે તો પાનની સંખ્યાં ઘટે અને લૂમ નાની રહે છે અને ફળની સંખ્યાં ઓછી રહે છે. 👉 ઉપદ્રવિત ગાંઠોનો વાવેતરમાં ઉપયોગ લેવો નહિ. 👉 કેળની વાડી ચોખ્ખી રાખવી. 👉 કેળ કાપતી વખતે થડને જમીનની સપાટીએથી કાપવું. કાપેલા થડને માટીથી ઢાંકી દેવું. 👉 કેળના નકામા ભાગનો નાશ કરવો કે જેથી તેમાં પુખ્ત કિટક ભરાઇ ન રહે. 👉 રોપાણ માટે પસંદ કરેલ ગાંઠોને ગરમ પાણીમાં ૫ થી ૧૦ મિનિટ ડૂબાડી રાખવા. 👉 ગાંઠોને રોપતા પહેલા બહારની સપાટી સાફ કરી, ૩ થી ૪ દિવસ સૂર્યના તાપમાં તપાવી, છાણ અને રાખની રબડીમાં ડૂબાડવી. 👉 ગાંઠોને રોપતા પહેલા કોઇ પણ રાસાયણિક દવા તેની ભલામણ માત્રામાં દ્રાવણ બનાવી તેમાં ૫ થી ૧૦ મિનિટ બોળી રાખવી. 👉 કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા ૫ થી ૧૦ ગ્રામ પ્રમાણે રોપવા માટેના કરેલ ખાડામાં આપવી. 👉 શક્ય હોય ત્યાં સુધી ટીસ્યુ કલ્ચર પધ્ધતિથી તૈયાર કરેલ રોપા રોપવા. 👉 કેળની રોબસ્ટા જાતમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોવાથી તેને પસંદ કરવી નહિ. 👉 રોપણી વખતે દિવેલી કે લીમડાના ખોળનો એક સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરવો. આશરે ૫૦ ગ્રામ જેટલો ખોળ કેળ રોપવા માટે કરેલ ખાડામાં નાંખવો. 👉 એન્ટોમોપેથોજેનીક નેમાડોડ્સ (ઇપીએન) જો ઉપલબ્ધ થાય તો કેળ રોપવા માટે કરેલ ખાડામાં આપવું. 👉 આ જીવાતના ફેરોમોન ટ્રેપ્સ (કોસ્મોલુર) પણ ઉપલબ્ધ છે તો હેક્ટરે ૫ પ્રમાણે ગોઠવવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
6
અન્ય લેખો