ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કેળના પાકમાં સીગાટોકા રોગનું કરો નિયંત્રણ
🍀કેળાના પાકમાં સીગાટોકા લીફ સ્પોટ એટલે કે પાનના ત્રાકીયા ટપકાનો રોગ. સતત ભેજવાળુ હુંફાળુ
અને વરસાદવાળુ વાતાવરણ આ રોગને અનુકુળ આવે છે.
🍀આ રોગની અસરવાળા છોડની વૃધ્ધિ ઓછી થાય છે તેમજ લુમ નાની રહે છે અને લુમમાં કેળાનું કદ અને સંખ્યા ઓછી જોવા મળે છે.
🍀કાચા કેળા પાકી જવાની સમસ્યા ઉભી થાય છે.
સચોટ નિયંત્રણ:-
🍀અસરગ્રસ્ત પાંદડા કાપીને તેને ખેતર બહાર સળગાવી દેવાં.
🍀ચોમાસા દરમ્યાન ખેતર માં વધુ પાણી ભરાઈ રહેવાની સ્થિતિમાં યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવી.
🍀ખેતરને નીંદણ મુક્ત રાખો.
🍀આ રોગ નું રાસાયણિક નિયંત્રણ કરવા માટે, એગ્રોસ્ટાર પનાકા (મેન્કોઝેબ 75% ડબલ્યુપી) ટેકનીકલ ધરાવતી દવાને 600 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..