AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેરી ખરવાના કારણો અને તેનું નિવારણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કેરી ખરવાના કારણો અને તેનું નિવારણ !
👉 કેરી ખરી પડવાના કારણો વધુ પ્રમાણમાં ફળો બેસવાના કારણે દરેક ફળને પોષણ પુરૂ પડતું ન હોવાથી ફળ ખરી પડતાં હોય છે. 👉 પ્રતિકૂળ વાતાવરણને કારણે રોગ - જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે ફળ ખરણ વધારે જોવા મળે છે. 👉 ફળ વિકાસના બધા જ તબકકાઓ પૈકી નાનાં ફળના તબકકામાં વધારે પ્રમાણમાં ખરણ જોવા મળે છે. 👉 પોષક તત્વોની ઉણપને કારણે. 👉 વધુ પડતા પવનના કારણે. 👉 ઓછા પાણી અથવા ભેજનું પ્રમાણ ઘટવાથી. 👉 જમીનમાં ઉડી ખેડના કારણે મૂળ તુટવાથી. 👉 વધુ પડતાં નીંદણને કારણે. 👉 અચોકકસ પરાગનયન અને ફલીનિકરણને કારણે. 👉 મોર અવસ્થાએ વધુ પડતી કિટનાશક દવાઓ છાંટવાથી, વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી જેવાકે તાપમાન, ભેજ અને પવન. 👉 ફળો ખરતા અટકાવવા માટેના જરૂરી ઉપાયો : 👉 આંબાવાડીયામાં મધમાખી ઉછેર , 👉 પરાગસિંચક ઝાડનો સમાવેશ જેમકે આંબાની એક જ જાતને બદલે એક કરતાં વધારે જાતો વાવવી. 👉 મોર આવ્યા પહેલાં ૧૦ થી ૧૫ દિવસના સમયાંતરે જીવામૃત ના બે વખત છંટકાવ કરવા. 👉 કેરી જયારે વટાણા જેવડી થાય ત્યારે વર્મીવોશ અથવા જીવામૃતનો છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
10
અન્ય લેખો