કૃષિ વાર્તાએગ્રોવન
કેરીની નવી જાત વિકસાવી
નાસિક: બેંગ્લોરમાં ભારતીય બાગાયતી સંશોધન સંસ્થાના નિષ્ણાતોએ કેરીની અર્કા સુપ્રભાત (એચ -14) જાતને વિકસાવી છે. આ જાત 'આમ્રપાલી' અને 'અર્કા' અનમોલ જાતોની સંકર માંથી વિકસાવવામાં આવી છે.ભારતીય બાગાયતી સંશોધન સંસ્થામાં ફળ પાક નિયામક એમ.શંકરન, ડો. સી. વસુગીએ આ જાતને વિકસાવવા માટે સંશોધન કર્યું છે. જાતની લાક્ષણિકતાઓ: 1) કલમ મધ્યમ લાંબી વધે તેવી,ફેલાવ ડાળીઓની રચના 2) દર વર્ષે ફળોનું ઉત્પાદન, લૂમમાં ફળ આવે 3) રોપ્યાના ચાર વર્ષ પછી પ્રતિ કલમ 35 થી 40 કિલો ફળ મળે છે. 4) દરેક ફળનું વજન 240-250 ગ્રામ, ફળનો આકાર હાફૂસ જેવો. 5) ફળમાં માવાનું પ્રમાણ વધારે, માવાનો રંગ આમ્રપાલી જાતની જેમ નારંગી ઘાટો રંગ. 6) ફળમાં માવાનું પ્રમાણ 70 ટકા, ટી.એસ.એસ.પ્રમાણ 22 સર્કરાથી વધારે, એસિડિટી 0.12 ટકા 7) ફળમાં કેરોટીનોઇડનું પ્રમાણ 8.35 મિલિગ્રામ અને ફ્લેવોનોઇડ્સની માત્રા 9.91 મિલિગ્રામ પ્રતિ 100 ગ્રામ ફળ દીઠ વજન બરાબર હોય છે. 8) સામાન્ય તાપમાન સુધી પાકની કાપણી પછી 8 થી 10 દિવસ ટકી રહેવાની ક્ષમતા સંદર્ભ: એગ્રોવન, 1 ઓગસ્ટ, 2019
196
5
અન્ય લેખો