AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેમિકલ વગર વર્ષો સુધી સાચવો બિયારણ, જાણો આ અનોખી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર
કેમિકલ વગર વર્ષો સુધી સાચવો બિયારણ, જાણો આ અનોખી પદ્ધતિ !
🌀 ખેડૂતો સારી ઉપજ મેળવવામાં બિયારણ સાઉથહી મહત્વની નભુમિકા ભજવે છે. અગાઉ ખેડૂતો તેમના ખેતરમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના બિયારણો જ ધારમાં રાખતા હતા અને આગામી પાકની સીઝનમાં પાકની સીઝનમાં વાવણી કરતા હતા. જેના કારણે તેમને સારી ઉપજ પણ મળી હતી, સાથે સાથે જ બીજ હતા તે રોગમુક્ત હતા. પરંતુ સમય સાથે ખેતીની પદ્ધતિ અને ટેક્નોલોજીમાં પરિવર્તન આવ્યું. આધુનિકીકરણના યુગમાં, હાઈબ્રીડ બિયારણ બાજરમાં આવ્યા, જે ખેડૂતોએ ખરીદ્યા અને તેમના ખેતરોમાં વાવેતર કરવાનું શરુ કર્યું. જેના કારણે ખેડૂતો તેમના પરંપરાગત બિયારણો ખતમ થઇ ગયા છે. 🌀 એટલું જ નહિ, નવા બિયારણથી ખેડૂતોને થોડી સારી ઉપજ મળી. પરંતુ તે બિયારણની સાથે ખેડૂતોના ખેતરમાં રોગો અને જીવાત પણ પ્રવેશી ગયા. જૂની પરંપરા પ્રમાણે ઝારખંડના ઘાટશીલા જિલ્લામાં ખેડૂતોએ એવો દેશી જુગાડ બનાવ્યો છે, જેના દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડવામાં આવતા પાકના બીજને ત્રણ વર્ષ સુધી સાચવી શકે છે. 🌀 ખેડૂતો બીજ સંગ્રહ માટે ગાયના છાણ અને માટલાનો ઉપયોગ કરે છે. કાચા છાણના આકારમાંબનાવી ને, ખેડૂતો તેમાં બીજ રાખે છે. પછી તેને માટલાની અંદર રાખે છે. તેને માટકાની અંદર મુકતા પેહલા, તેને સારી રીતે સૂકવવામાં આવે છે જેથી તેમાં કોઈ ભેજ ન રહે. તેને વાસણમાં રાખવાનો ફાયદો એ છે કે તેની અંદરનું તાપમાન ઠંડુ અને સૂકું હોય છે, તેથી બીજ અંકુરિત થતા નથી. 🌀 એક છાણામાં ખેડૂતો 20 થી 30 બીજ નાખીને રાખે છે. અમ જે બિયારણ કાળમાં મોટા હોય તેને સરળતાથી રાખી શકાય છે જેમ કે કાકડી, કદુ, કડોળ, વેગેરેના બિયારણ તેમાં નાખીને ખેડૂતો રાખી શકે છે. ગાયનું છાણ સુકાઈ જવાને કારણે તેમાં જીવજંતુઓ રેહતા નથી અને બીજ સુરક્ષિત રહે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
1
0
અન્ય લેખો