AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેબિનેટે એમએસએમઇ અને ખેડૂતો માટે કરી 20 હજાર કરોડ ની વિશેષ ઘોષણા !
કૃષિ વાર્તાદ ક્વિન્ટ
કેબિનેટે એમએસએમઇ અને ખેડૂતો માટે કરી 20 હજાર કરોડ ની વિશેષ ઘોષણા !
કોરોનાવાયરસ લોકડાઉનથી અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે જેથી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નરેન્દ્રસિંહ તોમર અને નીતિન ગડકરીએ સોમવાર 1 જૂન ના રોજ એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્ર તેમજ કૃષિ ક્ષેત્ર માટે જરૂરી પગલાં ભરવાની જાહેરાત કરી છે. જાવડેકરે જણાવ્યું કે, ' મંત્રીમંડળ દ્વારા આજે લેવામાં આવેલ નિર્ણયમાં ખેડૂતો, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને નાના વિક્રેતાઓને ફાયદો થશે.સરકારે આત્મનિર્ભર પેકેજ ની જાહેરાત થી એમએસએમઈ ની પરિભાષા ને વધુ બદલાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 20,000 કરોડના પેકેજની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી બે લાખ એમએસએમઇ તેમજ ખેડૂતોને લાભ થશે. કૃષિ ક્ષેત્ર માટેનાં પગલાં : સોમવારે કેબિનેટે 14 ખરીફ પાક માટે એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) ને પણ મંજૂરી આપી દીધી છે, જેમાં ખેડૂતોને ખર્ચ કરતા 50-83 ટકા વધુ મળવાની સંભાવના છે, તેમ આઇ એન્ડ બી મંત્રીએ જણાવ્યું હતું. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે સરકારે 2020-21 પાક વર્ષ માટે ડાંગર ની એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ. 53 નો વધારો કરી રૂ. 1,868 કર્યો છે. સાથે સાથે, કપાસ પાકનો એમએસપી 2020-21 માટે 260 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 5,515 રૂપિયા કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને લોન ચૂકવવા માટે ઓગસ્ટ સુધીનો સમય મળશે તેવું કૃષિ મંત્રી એ જણાવ્યું હતું. સંદર્ભ: દ ક્વિન્ટ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
297
0
અન્ય લેખો