કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
કેન્દ્ર સરકાર ની આવી શાનદાર યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ ?
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. જેથી ખેડૂતોની પ્રગતિ વિના દેશ પ્રગતિ કરી શકતો નથી. આ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના પણ આ પૈકી એક છે. જેનો ખેડૂતો લાભ લઇ શકે છે. કૃષિ ઉડાન યોજના પણ એક એવી યોજના છે જેના દ્વારા ખેડૂતોના ઉત્પાદનને સારું બજાર મળશે. જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે. શું છે આ યોજના ? 👉 ખેડૂતોને પોતાના ઉત્પાદન વેચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આ સ્થિતિમાં તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર તો બજાર પહોંચતા પહેલા જ ખેડૂતોનો પાક બગડી જાય છે. જેના કારણે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. ખેડૂતોને આ નુકશાનથી બચાવવા અને પાકને યોગ્ય સમયે બજારમાં લઇ જવા માટે પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના 2021માં શરૂ થઈ હતી. યોજના શરૂ કરવા માટે રાષ્ટ્રીય માર્ગ, આંતરરાષ્ટ્રીય માર્ગ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સહકાર લેવામાં આવે છે. આ યોજનાથી ખેડૂતોને કૃષિ પેદાશોના પરિવહનની દિશામાં મદદ કરી રહ્યું છે. લાભ : 👉 કૃષિ ઉડાન યોજના 2021ની મદદથી ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમના બજારોમાં દૂધ અને ડેરી ઉત્પાદનો બજાર સુધી પહોંચી શકે છે. કારણ કે આ કામ હવાઈ માધ્યમથી વધુ ઝડપથી થઇ શકે છે. લાભ કેવી રીતે લેવો ? 👉 દેશના ખેડૂતો કે જેઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવવી પડશે. આ પછી ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. કૃષિ ઉડાન યોજના હેઠળ સરકાર એરલાઇન્સને પણ પ્રોત્સાહિત કરશે. 👉 આ યોજના હેઠળ ફ્લાઇટ્સમાં ઓછામાં ઓછી અડધી બેઠકો સબસિડીવાળા ભાડા પર આપવામાં આવશે. જરૂરી દસ્તાવેજો : 👉 પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજનાનો લાભ લેવા માટે, અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો ફરજિયાત રહેશે. 👉 અરજદાર ખેડૂત હોવો જોઈએ 👉 આધાર કાર્ડ 👉 ખેતીને લગતા દસ્તાવેજો 👉 રહેઠાણનો પુરાવો 👉 આવકનું પ્રમાણપત્ર 👉 રેશન કાર્ડ 👉 મોબાઇલ નંબર અરજી પ્રક્રિયા : • જે ખેડૂતોએ યોજનાનો લાભ લેવો છે તેઓએ પહેલા યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે http://agriculture.gov.in/ . • આપેલ માર્ગદર્શિકાને અનુસરીને તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. • આ પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો. • ત્યારબાદ તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ પુરી થશે. આ સાથે, મોબાઇલ નંબર વેરિફિકેશન માટે તમારા નંબર પર OTP આવશે. તેના દ્વારા, તમે તમારું આઈડી અને પાસવર્ડ બનાવી શકશો જે પછીથી લોગ ઇન કરવામાં મદદ કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
7
અન્ય લેખો