AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષે આપી રહી છે 42000 રૂપિયા, જાણો તમને કઈ રીતે મળશે ફાયદો !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષે આપી રહી છે 42000 રૂપિયા, જાણો તમને કઈ રીતે મળશે ફાયદો !
જો તમે પણ દર મહિને 3000 રૂપિયાનો ફાયદો લેવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે જરૂરી છે. કેન્દ્ર સરકારની તરફથી પીએમ કિસાન યોજનાનો લાભ લેનારા માટે વાર્ષિક 36000 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાનો ફાયદો લઈ રહ્યા છો તો તમને 42000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. તો જાણો કઈ રીતે તમે આ ફાયદો મેળવી શકો છો. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને પીએમ કિસાન માનધન યોજનાનો ફાયદો મળે છે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને પીએમ કિસાન માનધન યોજનાનો ફાયદો મળે છે. જેમા તમને 36000 રૂપિયા આપવામાં આવે છે. તેની સાથે જ માનધન યોજનાના માટે તમને કોઈ પણ અલગ ડોક્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી. કેવી રીતે મળશે 42000 રૂપિયા પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા આવે છે એટલે કે વાર્ષિક 36000 રૂપિયા મળે છે. તો પીએમ કિસાન યોજનાના આધારે ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા દર વર્ષે મળે છે એટલે કે તેમને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત આ બંને યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તેને વર્ષે 42000 રૂપિયા સરકારની તરફથી મળે છે. કોણ લઈ શકે છે ફાયદો પીએમ કિસાન માનધન યોજનાના આધારે 18-40 વર્ષ સુધીના ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે પરંતુ તેને માટેની શરત એ છે કે ખેડૂતની પાસે ઓછામાં ઓછા 2 હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ. તેઓએ દર મહિને હિસાબના આધારે 55થી 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. કેટલું આપવાનું રહેશે પ્રીમિયમ જો તમારી ઉંમર 18 વર્ષની છે તો તમારે માસિક અંશદાન 55 રૂપિયા ભરવાના રહે છે. આ સિવાય તમે 30 વર્ષની ઉંમરે સ્કીમમાં જોડાઓ છો તો તમારે વાર્ષિક 110 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહે છે અને 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહે છે. માનધન યોજના એક પ્રકારની પેન્શન યોજના છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન અપાય છે. આ પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
12
અન્ય લેખો