AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેન્દ્ર સરકાર ઉઠાવશે પશુનો રસીકરણ ખર્ચ
કૃષિ વાર્તાસકાલ
કેન્દ્ર સરકાર ઉઠાવશે પશુનો રસીકરણ ખર્ચ
કેન્દ્ર સરકાર પશુઓને રોગથી બચાવવા માટે રસીકરણનો સંપૂર્ણ ખર્ચ ઉપાડશે. કેન્દ્ર સરકારે આવતા પાંચ વર્ષ સુધી પશુઓની બીમારી નિયંત્રણ નો સંપૂર્ણ ખર્ચ ઉપાડવા માટે રૂ. 13,343 કરોડની મજૂરી આપી છે. ખાસ કરીને પશુઓમાં ખરવા-મોવાસા (એફએમડી) ના ઉપચાર માટે પહેલાથી તૈયાર યોજના હેઠળ આ નાણાંની મંજુરી આપવામાં આવી છે. સરકાર તરફથી 30 કરોડ ગાય,ભેંસ, બળદ ના મોં અને ખળી સાથે જોડાયેલ બીમારી ના રસીકરણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે રસીકરણ માટે યોજના પહેલેથી છે જ, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું યોગદાન 60:40 આપે છે. કેન્દ્ર સરકારે હવે પૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પશુના પગમાં અને મોઢા સાથે સંકળાયેલી બીમારી (એફ એમ ડી ) અને ગાયોમાં બ્રુસેલોસીસ, બળદ, ભેંસ, બકરી, ઘેટાં અને સુવરોમા થવાવાળો રોગ છે. સંદર્ભ: સકાલ ૧ જૂન, ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
63
0