AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેન્દ્ર સરકારે કૃષ્ણપુરમ જાતની ડુંગળીની નિકાસની મંજૂરી આપી
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
કેન્દ્ર સરકારે કૃષ્ણપુરમ જાતની ડુંગળીની નિકાસની મંજૂરી આપી
કેન્દ્ર સરકારે શરતો સાથે આંધ્રપ્રદેશના કૃષ્ણપુરમ ડુંગળીની એક જાતની 10 હજાર ટન નિકાસ કરવાની મંજૂરી આપી, જ્યારે અન્ય જાતોના નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે. કૃષ્ણપુરમ ડુંગળી તેના કદ અને તીખાશને કારણે રસોડામાં ઉપયોગમાં લેવાતી નથી, તે થાઇલેન્ડ, હોંગકોંગ, મલેશિયા, શ્રીલંકા અને સિંગાપોર દ્વારા આયાત કરવામાં આવે છે._x000D_ _x000D_ વિદેશી વેપાર મહાનિર્દેશક (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, તાત્કાલિક અસરથી કૃષ્ણપુરમ જાતની 31 માર્ચ 2020 સુધીમાં, 10 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેની નિકાસ ફક્ત ચેન્નાઈ બંદર દ્વારા કરવામાં આવશે. સૂચના મુજબ, નિકાસકારને કૃષ્ણપુરમ ડુંગળીની નિકાસ માટે આંધ્ર પ્રદેશ સરકારના બાગાયતી વિભાગનું નિકાસ પ્રમાણપત્ર લેવાનું રહેશે, અને નિકાસકારો ચેન્નાઇમાં ડીજીએફટીની ઝોનલ ઓફિસમાં નોંધણી કરાશે._x000D_ _x000D_ ડીજીએફટી દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે ચેન્નઈની ડીજીએફટી ઓફિસ કુલ નિકાસ વોલ્યુમ પર નજર રાખશે, અને તેના આધારે નિકાસકારોને નોંધણીનું પ્રમાણપત્ર આપશે._x000D_ _x000D_ સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 6 ફેબ્રુઆરી 2020_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_ _x000D_
42
0
અન્ય લેખો