AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેન્દ્ર ગત વર્ષ કરતા 20.74% વધુ કઠોળનો બફર સ્ટોક બનાવશે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કેન્દ્ર ગત વર્ષ કરતા 20.74% વધુ કઠોળનો બફર સ્ટોક બનાવશે
નવી દિલ્હી: વર્તમાન પાક સીઝન 2019-20માં કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા ભંડોળ (પીએસએફ) હેઠળ કઠોળનો બફર સ્ટોક 20.74 ટકા વધારીને 19.50 લાખ ટન કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ગત પાકની સીઝનમાં 16.15 લાખ ટન કઠોળનો બફર સ્ટોક બનાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયમાં સચિવ અવિનાશ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ભાવ સ્થિરતા ભંડોળ વ્યવસ્થાપન સમિતિ (પીએસએફએમસી) ની બેઠકમાં કઠોળનો બફર સ્ટોક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઠોળના બફર સ્ટોકમાં મહત્તમ હિસ્સો તુવેર નો 10 લાખ ટન, અડદ 4 લાખ ટન, મસુર 1.50 લાખ ટન તથા મગ 1 લાખ ટન આ સિવાય 3 લાખ ટન ચણાનો સ્ટોક હશે. કેન્દ્ર સરકાર કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવાના હેતુથી પીએસએફ હેઠળ કઠોળનો બફર સ્ટોક બનાવે છે અને બજારોમાં કિંમતોમાં વધારો થવાની સંભાવનામાં બફર સ્ટોક ઉપલબ્ધતા વધારી ભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં, ગ્રાહક મંત્રાલયે બફર સ્ટોકમાંથી 8.47 લાખ ટન કઠોળ રાજ્યોમાં વેચવાનો નિર્ણય લીધો હતો. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 14 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
56
0