સમાચારએગ્રોસ્ટાર
કેન્દ્રએ 2023નું બજેટ કર્યું જાહેર
👉નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24નું બજેટ રજૂ કર્યું છે. જેમાં સરકારે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે, ચાલો જોઈએ 2023-24ના બજેટમાં ખેડૂતો માટે શું છે ખાસ.
◆ કૃષિ લોનનો લક્ષ્યાંક રૂ.16.5 લાખ કરોડથી વધારીને રૂ.20 લાખ કરોડ કરવામાં આવશે.
◆ બાગાયતી પાકોના ઉત્પાદન માટે 2,200 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
◆ આગામી ત્રણ વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
◆ સૂક્ષ્મ ખાતર પર ભાર મૂકવામાં આવશે.
◆ ડિજિટલ ટેકનોલોજી દ્વારા કૃષિને પ્રોત્સાહન આપવાનો નિર્ણય.
◆ 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે.
◆ 'ડિજિટલ એક્સિલરેટર ફંડ' દ્વારા કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન.
◆ શ્રી અન્ન યોજના હેઠળ બરછટ અનાજ (બાજરી) ને પ્રોત્સાહન આપવામાં આવશે.
◆ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે લોન આપવાની ઝડપ વધારવામાં આવશે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.