AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ મંત્રીએ કરી જાહેરાત
સમાચારએગ્રોસ્ટાર
કૃષિ મંત્રીએ કરી જાહેરાત
👉ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બિયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ખેતી નિયામક, બાગાયત નિયામક તેમજ રાજ્ય બીજ નિગમના મેનેજીંગ ડિરેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-2023ની ઋતુ માટે ગુણવત્તાયુક્ત બિયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બિયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.’ 👉તેમાં કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે, ‘બીજ નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ ખેડૂતો પાસે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરાવી ઉત્પાદિત થયેલું બિયારણનું ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી પાસે બીજ પ્રમાણ કરાવી રાજયના ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ પુરૂં પાડે છે. બીજ નિગમ દ્વારા મુખ્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ, જીરૂ, બી.ટી કપાસ સહિતના કુલ 24 પાકોની અંદાજે 101 જાતોના બિયારણોનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું રાજ્ય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે. 👉બીજ નિગમનો હેતુ સિદ્ધ થાય તે મુજબ વ્યાજબી ભાવે, ગુણવતાયુક્ત, સમયસર, પૂરતુ બીજ ઉત્પાદિત કરી વિતરણ કરવામાં આવે છે. જેથી, બીજ નિગમ વ્યાજબી ભાવે પૂરતું બીજ પૂરું પાડી ભાવ નિયંત્રણ કરવાની ભૂમિકા પણ ભજવે છે. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત સર્ટીફાઇડ બિયારણોનો વધુમાં વધુ જથ્થો બીજ નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવા બીજ નિગમ મારફતે લેવાતા બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવા મંત્રીએ સંબંધિતોને સૂચના આપી હતી. 👉તેમણે કહ્યુ હતુ કે, રાજ્ય બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલા જુદા જુદા પાક/જાતોના બીજ ઉત્પાદન કાર્યક્રમમાંથી ઉત્પાદિત થયેલા કુલ 1.07 લાખ ક્વિન્ટલ ગુણવત્તાયુક્ત બીજ જથ્થાનું બીયારણ ખરીફ-2023માં રાજ્યના ખેડૂતોને વિતરણ/વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 👉મગફળી પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ મળી રહે તેનું આગોતરૂ આયોજન કરવું તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, મગફળી પાકમાં નવી નવી જાતોના વાવેતર કરવા માટે ખેડૂતોની ડિમાન્ડને ધ્યાને લઇ, આગામી વર્ષમાં 10થી 15% જેટલો વધુ બીજ જથ્થો ઉત્પાદિત થાય તે મુજબ આયોજન કરવામાં આવશે. વધુમાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે મુજબ ત્રણ વર્ષનું આગોતરૂં આયોજન કરી સમયમર્યાદામાં બિયારણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
12
5
અન્ય લેખો