AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ દેવા માફી એ માત્ર અસ્થાયી ઉકેલ છે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કૃષિ દેવા માફી એ માત્ર અસ્થાયી ઉકેલ છે
કૃષિ દેવામાફી એ માત્ર ટૂંકાગાળાનો ઉકેલ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યુ હતું કે, ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરવા માટે કૃષિ લોન માફી એ માત્ર એક ટૂંકાગાળાનો ઉકેલ છે. કૃષિ ક્ષેત્રમાં વધુ સુધારા કરવા માટે આપણે લાંબા ગાળાના ઉકેલો શોધવાની જરૂર છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સ્તરે નીતિકીય નિર્ણયો દ્વારા કૃષિ ક્ષેત્રમાં માળખાગત ફેરફારો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 'કૃષિ વિઝન 2019' ના ઉદઘાટન સમારંભમાં 'સ્માર્ટ અને સ્વસ્થ કૃષિ માટે કૃષિ-ઉકેલોની કલ્પના' માટેની બે દિવસની પરિષદમાં હાજર હતા. ભારતીય
કૃષિ ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવે છે એવા મુખ્ય પડકારોમાં, કુદરતી સંસાધનોનો અભાવ અને ઉત્પાદનનું અવમૂલ્યન, અનાજની ઝડપથી વધી રહેલી માંગ, માત્ર એક-સ્તરીય ખેતી આવક, ઓછી જમીન, આબોહવાનું પરિવર્તન, વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, માત્ર પરંપરાગત કૃષિ લાભદાયી રહેશે નહીં, માટે ખેડૂતોએ સતત આવક સુનિશ્ચિત કરવા માટે ખેતી સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રના વિકાસ પર વાત કરતાં, નાયડુએ કહ્યું કે કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવાથી આ ક્ષેત્રમાં કામ કરતાં લાખો લોકોને આજીવિકા મળશે અને તેઓ લાભ મેળવી શકશે. કૃષિ ક્ષેત્ર ભારતના GDP માં 18% નો ફાળો આપે છે, અને તે દેશના 50% કર્મચારીઓ માટે રોજગારી પૂરી પાડે છે. કૃષિ માટે મૈત્રીપૂર્ણ બજારો, પર્યાપ્ત કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ, ખાદ્ય પદાર્થો પર કરવામાં આવતી પ્રક્રિયા, નિયત સમયગાળા માટે સબસિડી માટે લોન અને નવી તકનીકોને અપનાવવાને આપણે ટોચની અગ્રતા આપવી જોઈએ. સ્ત્રોત - આઉટલુક એગ્રીકલ્ચર, 17 જાન્યુઆરી, 2019
2
0