AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ કાયદામાં થયો ફેરફાર, હવે સસ્તી મળશે જમીન ?
કૃષિ વાર્તાGSTV
કૃષિ કાયદામાં થયો ફેરફાર, હવે સસ્તી મળશે જમીન ?
👉 દેશમાં અનેક રાજય સરકારો હવે બંજર જમીનોને પણ લીઝ પર આપવાની શરૂ કરી છે. ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આ પગલું સૌથી પહેલા ભર્યું છે.હવે સરકારે દેશ ના અન્ય રાજ્યો માં પણ આ રીતે બનજર જમીન ભાડે આપવાની શરૂઆત કરી રહી છે. 👉 દેશના સામાન્ય નાગરિકો અને કારોબારીઓ પણ હવે આ જમીનોને અત્યંત સસ્તા ભાવે જમીન લઈને તેના પર ખેતી કરી શકશે અથવા કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કરી શકશે. આ વર્ષે દેશમાં કૃષિ કાયદા બાદ હોર્ટિકલચર પોલિસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એવામાં જો તમે સરકારી બજાર જમીન લીઝ પર લેવા જિલ્લા કચેરીઓમાં અથવા રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈને આવેદન કરી શકો છો. 👉 આ સરકારી જમીન પર સામાન્ય વ્યક્તિ ઔષધી અથવા ફળ ઉગાળવાનું કામ કરશે. ગુજરાત પહેલો રાજ્ય છે, જેણે આ કાયદાને લાગૂ કર્યો છે. આ કાયદા મુજબ પહેલા પાંચ વર્ષ સુધી કોઈ ફી વસૂલવામાં નહીં આવે. જમીન ખેડૂત સિવાયના લોકો પણ લીઝ પર લઇ શકે છે. જમીનને લીઝ પર આપવાનો નિર્ણય એક હાઈપાવર કમિટી અને કલેક્ટર મળીને કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
7
અન્ય લેખો