AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા લશ્કરી ઇયળ માટેની સલાહ
ગુરુ જ્ઞાનGOI - Ministry of Agriculture & Farmers Welfare
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા લશ્કરી ઇયળ માટેની સલાહ
તાજેતરમાં, ભારત સરકારના, કિસાન કલ્યાણ મંત્રાલય કૃષિ સહકાર, વિભાગ દ્વારા મકાઇના પાકમાં પડતી લશ્કરી ઇયળના વ્યવસ્થાપન માટે કેટલાંક જરૂરી પગલાંઓ અંગેનું સૂચન કરવામાં આવ્યું. આ આક્રમક જીવાંત, લશ્કરી ઇયળનું વ્યવસ્થાપન કરવું એ મકાઇમાં પડતી બીજી જીવાંતોના વ્યવસ્થાપન કરતા વધુ મુશકેલ છે. મોડી વાવણી કરેલા ખેતરો અને મોડી પરિપક્વ પામતી સંકર જાતોમાં આ લશ્કરી ઇયળનો ઉપદ્રવ થવાની સંભાવના વધુ હોય છે. લશ્કરી ઇયળ સામુહીક રીતે પાંદડાઓને કોરી ખાય છે અને મકાઇના ડોડાઓને ગંભીર નુકશાન પહોંચાડે છે. આથી, લશ્કરી ઇયળ મકાઇના દરેક તબ્બકામાં નુકશાન પહોંચાડી શકે છે, લશ્કરી ઇયળનું અસરકારક વ્યવસ્થાપન માત્ર તેના પ્રારંભિક તબ્બાકામાં કે જ્યારે તે લાર્વા સ્વરૂપે હોય ત્યારે જ કરી શકાય છે જો એકવાર તે ડૂંડામાં પ્રવેશી ગઇ તો ત્યારબાદ તેનું નિયંત્રણ કરવું શક્ય નથી. આ જીવાંત 100 કરતાં વધુ પાક( ઘણા અનાજના પાકો, શાકભાજી છોડવાઓ)માં ઉપદ્રવ કરી શકે છે પણ ભારતમાં તે માત્ર મકાઇના પાકમાં જ જોવા મળે છે. લશ્કરી ઇયળોનું મૂળ અમેરીકાના ઉષ્ણકટીબંધીય અને અર્ધ-ઉષ્ણકટીબંધીય વિસ્તારો છે, ત્યારબાદ તે નાઇજિરીયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં જોવા મળી હતી, ત્યારબાદ તેનો ઉપદ્રવ આફ્રીકામાં જોવા મળ્યો હતો. ભારતમાં, તે પ્રથમ વખત મે-2018ના મધ્ય ભાગમાં કર્ણાટકના શિવમોગ્ગા ગામમાં જોવા મળી હતી અને ત્યારબાદ બીજા રાજ્યો જેવા કે, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં જોવા મળી હતી. ખેડૂતોને આવી જીવાંતોથી અસરગ્રસ્ત થયેલા મકાઇના ડોડાના વ્યવસ્થાપન માટે થોડા પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. મોસમની શરૂઆતથી જ, ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલાં કોશેટાઓ જમીનની બહાર આવવાથી સુર્યતાપથી તેમજ પક્ષીઓ દ્વારા તેનો નાશ થાય છે. યોગ્ય પ્રાદેશીક કઠોળના પાકનું મકાઇ (જેમ કે મકાઇ + તુવેર/ અળદ/ મગ)સાથે આંતરપાક કરવો. ખેતરમાં આ જીવાંતનો ઉપદ્રવ ચકાસવા, એકર દીઠ 5 ફેરોમોન ટ્રેપ લગાવો. અઠવાડિયાના અંતરે અથવા પિંજરમાં પકડાયેલા ફૂદાની સંખ્યા 3ફૂદા પ્રતિ પિંજરના આધારે ટ્રાઇકોગામા પ્રેટીઓસમ અથવા ટેલીનોમસ રેમસ @ 50,000 પ્રતિ એકર પ્રમાણે છોડવા. મેટારીઝિયમ એનીસોફિલી પાઉડર @ 75 ગ્રામ અથવા બેસીલસ થુરિંજીન્સીસનો ઉપયોગ કરવો.
અસરકારક રાસાયણિક નિયંત્રણ માટે, બીજની સીન્ટ્રાનિલિપ્રોલ 19.8% + થાયોમેથોક્ઝામ 19.8% @ 4 મિલિ પ્રતિ ક્રિ.ગા, બિયારણના માપ મુજબ સારવાર કરવી. છોડના ધરુઓના તબક્કામાં એન એસ કે ઈ 5% / એઝાડીરેક્ટીન 1500પીપીએમ @ 5 મિલિ પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરો. ત્યારબાદ, ડોડા વિકાસના તબક્કા દરમિયાન, ઇમામેક્ટીન બેન્ઝોએટ @ 0.4 ગ્રામ/લિટર અથવા સ્પીનોસેડ @ 0.3 મિલિ/ લિટર અથવા થાયોમેથોક્ઝામ 12.6% + લામ્બડા સીહેલોથ્રિન 9.5% @ 0.5 મિલિ/લિટર અથવા ક્લોરાન્ટ્રાનિપ્રોલ 18.5 % એસસી @ 0.3 મિલિ/લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરો. છેલ્લા તબક્કામાં તેનું નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ છે, આથી ખેડૂતોને આ જીવાંતના નિયંત્રણ માટે અગાઉથી જ જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. સંદર્ભ : ભારત સરકારની કૃષિ મંત્રાલય કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
191
1