ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કૂવા અને બોરબેલ રીચાર્જ કેવી રીતે ?
⛆ વરસાદનું પાણી વહી જતા સીધું જ જમીનમાં ઉતારી કરીએ જળ સંચય :
⛆ કૂવા અને બોરવેલ રિચાર્જ પદ્ધતિમાં વરસાદના વહેતા પાણીને સીધુ જ ભૂગર્ભમાં ઉતારીને જળ સંચય કરવામાં આવે છે જેથી ભૂગર્ભતળ ઊંચું આવે.
કૂવા રીચાર્જ:
🌧 નદી નાળા કે ખેતરના નીચાણવાળા વિસ્તારમાં વહેતા વરસાદના પાણીને સીધું જ કૂવામાં નાખવાની પદ્ધતિ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં કુવાની બાજુમાં 6 X 6 X 4 ફૂટ માપનો ખાડો કરી તળથી થોડે ઉંચે પાઇપ ગોઠવી પાણીને ખાડા મારફતે કૂવામાં ઉતારવામાં આવે છે 🌧 જેથી માટીના મોટા કણ ખાડાના તળીયે બેસી જઈ કૂવામાં ન જાય.
🌧 આ પદ્ધતિથી પાણીનું ગાળણ ન થઇ શકતું હોય કૂવામાં કાંપ ભરાવો તેમજ સરવાણીઓ બંધ થવાના ભય સાથે ભૂગર્ભ જળની ગુણવતા પટ પણ વિપરીત અસર કરે છે અને તેથી જ કુવામાં નાખવામાં આવતું પાણી યોગ્ય રીતે ફીલ્ડર કરીને જ નાખવું જોઇએ.
🌧 સંશોધન વિજ્ઞાનિક ની કચેરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ધ્વારા સ્થાનિ માલ-સામાનમાંથી ખૂબ જ ઓછા ખર્ચે શકાય તેવું સેન્ડ ફિલ્ટર વિકસાવવામાં આવેલ છે અને આ ફિલ્ટરનો ઉપયોગ કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલ છે.
🌧 આ ઉપરાંત પ્રાપ્ય નાણાંકીય સ્ત્રોતને અનુરૂપ નદી નાળા કે તળાવને કાંઠે સમાંતર કૂવા તૈયાર કરી વરસાદના વહેતા પાણીને ફિલ્ટર કરીને તેમાં વાળીને પણ ભુગર્ભ જળ સંચય કરી શકાય.
બોરવેલ રીચાર્જ :
🌧 કૂવાની જેમ જ બોરવેલને પણ રીચાર્જીગ કરી શકાય છે. આ કિસ્સામાં પણ રીચાર્જ માટે પ્રાપ્ય પાણીનું બરાબર ફિલ્ટ્રેશન કરવું જરુરી છે. 🌧 અન્યથા પાણીનો ડહોળ બોરવેલની સરવાણોમાં ભરાઇ જઇ આવક ધટે અથવા સદંતર બંધ થવાની સંભાવના રહે છે.
🌧 બોરવેલ રીચાર્જ પદ્ધતિની ગોઠવણમાં પાણીને ચોક્કસ રીતે કાટખુણે વાળવાની કાળજી રાખવી જોઇએ. જેથી અંદર ઉતરતું પાણી બોરવેલના સપાટી સાથે અથડાય નહીં અને એ રીતે નુકસાન ન થાય.
🌧 સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી વગરના નકામાં બોરવેલની સંખ્યા ઘણી છે. આવા ખાલી બોરવેલને જો વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે તો ખેડૂતો માટે ફાયદાકારક થઇ શકે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.