AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કુંવારપાઠાંની ખેતી અને સૌંદર્યવર્ધક(પ્રસાધન) તરીકે તેનું મહત્વ
સલાહકાર લેખwww.phytojournal.com
કુંવારપાઠાંની ખેતી અને સૌંદર્યવર્ધક(પ્રસાધન) તરીકે તેનું મહત્વ
કુંવારપાઠું એ ઔષધીય છોડ છે બાહ્યરૂપે તેનો ઉપયોગ વાઢિયા, બળતરા વગેરે ચામડીની વિવિધ સમસ્યાઓનો ઉપચાર કરવા માટે કરવામાં આવે છે. વળી પ્રાથમિક અને ગૌણ બળતરા તેમજ સનબર્નથી થતી સમસ્યાના ઉપચાર માટે સામાન્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્ટાઇલિંગ જેલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ઉધરસ, ઘા(જખમ), અલ્સર(ચાંદી), પાચનને લગતી સમસ્યા, ડાયાબિટીસ, કેન્સર, માથાનો દુખાવો, સંધિવા, રોગ પ્રતિકારક શક્તિની ઉણપ અને બીજી વિવિધ આંતરિક સમસ્યાઓના ઉપચાર માટે કુંવારપાઠાંનો ઉપયોગ કરવામાં આવે છે. કુંવારપાઠાંની ખેતી: 1. જમીન: કુંવારપાઠાંના વિકાસ માટે સારા નિતારવાળી ગોરાડું જમીન તેમજ મધ્યમ ફળદ્રુપતાવાળી સામાન્ય રેતાળ જમીન જરૂરી છે. ખેતી માટે 8.5 સુધીની પીએચ માત્રા વાળી જમીનની પસંદગી કરવામાં આવે છે. 2. જમીનની પારવણી: જમીનના પ્રકાર અને ખેતી માટેની આબોહવા અનુસાર, જમીનનું લેવલીંગ(સમતલ) કરવા ખેતરમાં 1-2 વખત ખેડ કરવી અનિવાર્ય છે. 3. વાવણીનો સમય: છોડના સારા વિકાસ અને લાંબા સમયસુધી ટકાવી રાખવા માટે મૂળમાંથી સ્વતંત્ર રીતે ફૂટેલા છોડ(પીલા) ને વર્ષાઋતુ દરમિયાન જુલાઇ-ઑગસ્ટ મહિનામાં રોપવા જોઇએ. કુંવારપાઠાંને શિયાળામાં નવેમ્બર-ફેબ્રુઆરી મહીના દરમિયાન વાવવા જોઇએ. 4. ખાતર આપવું: વાવણીના પ્રથમ વર્ષ દરમિયાન, જમીનને ખેતી માટે તૈયાર કરતી વખતે, છાણીયું ખાતર @ 20 ટન/હેક્ટર પ્રમાણે આપવું અને ત્યાર પછીના વર્ષોમાં પણ તે જ પ્રમાણ મુજબ ખાતર આપવું. તે ઉપરાંત વર્મીકંપોસ્ટ @ 2.5 ટન/હેક્ટર પણ ખેતરમાં આપી શકાય છે. 5. વાવણી અને તેની વચ્ચેનું અંતર: અંકુરિત છોડને વાવણી સમયે 60x60 સેમીના અંતરે લગભગ 15 સેમી ઊંડા ખાડા કરીને વાવવા જોઇએ. અંકુરીત છોડની વાવણી બાદ તેના મૂળીયા નજીક જમીનમાં પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું. 6. સિંચાઇ: કુંવારપાઠાંની ખેતી વરસાદ આધારિત અને પીયત બંને પ્રકારની સિંચાઇની પરિસ્થિતિ હેઠળ સફળતાપૂર્વક કરી શકાય છે.
સૌંદર્ય પ્રસાધન તરીકે કુંવારપાઠાંનું મહત્વ:  કુંવારપાઠું ઇલાસ્ટીન અને કોલેજનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે જે ત્વચાની જીર્ણતા(વૃદ્ધત્વ) અટકાવે છે.  તે સૌંદર્ય વધારવાના ઉદ્દેશથી સાબુ, શેમ્પુ, ક્રીમ અને લોશનમાં વપરાય છે.  કુંવારપાઠાંની જેલ ચહેરા પરના કાળા ડાઘને દૂર કરે છે અને ફોલ્લીઓને ઘટાડે છે.  જ્યારે તેને ત્વતા પર લગાવવામાં આવે ત્યારે, તેનું જેલ ત્વચાના મૃત કોષોને દૂર કરી ત્વચાને ફરીથી યુવાન બનાવવાનું કાર્ય કરે છે.  તથા, ક્ષતિગ્રસ્થ વાળમાં લીંબુના રસ સાથે કુંવારપાઠાંના જેલને મિશ્ર કરી લગાડવાથી તે કંડીશનરનું કામ કરે છે. આ મિશ્રણને વાળ શેમ્પુ થી ધોયા બાદ લગાવો, 4-5 મિનિટ માટે રહેવા દો, અને ત્યારબાદ પાણી વડે સારી રીતે ધોઇ નાખો.  તે ત્વચાને જલ્દીથી સ્વસ્થ બનાવે છે, પરિણામે ત્વચા તંદુરસ્ત અને નિખરેલી બને છે. સ્ત્રોત : www.phytojournal.com જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
490
0
અન્ય લેખો