જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કીટ નિયંત્રક(અગ્નિઅસ્ત્ર)
આજ ના જૈવિક યુગમાં દરેક આડ પેદાશ ખેતમાં બહુ ઉપયોગી સાબિત થાય છે, સાથે સાથે તેમાં ઓછા ખર્ચમાં વધુ નફો લઈ શકાય છે. તો ચાલો આજે જાણીયે કંઈક એવું, જે છે કંઈક નવું ......
જરૂરી સામગ્રી:
ગૌમૂત્ર : 200 લિટર
લીમડાના પાન ની ચટણી : 2 કિલો
તમાકુ પાવડર : 500 ગ્રામ
તીખા મરચાની ચટણી : 500 ગ્રામ
લસણ ચટણી : 125 ગ્રામ
હળદર પાવડર : 200 ગ્રામ
બનાવવાની પદ્ધતિ:
ઉપર જણાવેલ દરેક વસ્તુને પીપમાં નાખીને જમણેથી ડાબી બાજુ લાકડીથી હલાવો. ઢાંકીને રાખો અને ધીમા તાપે એક ઉભરો આવવા દેવો. બનાવેલ સામગ્રીને ઠંડુ થવા રાખવું. દિવસમાં સવાર સાંજ બે વાર ઘડિયાર ના કાંટા ની દિશામાં લાકડીથી હલાવો.બનાવેલ કીટ નિયંત્રક ને છાયામાં ઢાંકીને રાખવું. વરસાદના પાણી અને તાપથી બચાવવું.ચોમાસા અને ઉનાળામાં બે દિવસ અને શિયાળામાં ચાર દિવસ રાખવું. કપડાથી ગાળી ને સંગ્રહ કરવો. ત્રણ મહિના સુઘી ઉપયોગ કરી શકાય. આનાથી લગભગ તમામ કીટ નિયંત્રિત થાય છે.
ઉપયોગ કરવાની પદ્ધતિ :
100 લિટર પાણીમાં 3 લિટર અથવા 15 લિટર પંપમાં 300 થી 400 મિલી અગ્નિઅસ્ત્ર ભેળવી છંટકાવ કરવો. અગ્નિઅસ્ત્રથી ઈયરનું નિયંત્રણ થાય છે,પણ ફળ છેદક ઈયરનું નિયંત્રણ થતું નથી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો