AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટભક્ષી પક્ષીઓની જાળવણી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કીટભક્ષી પક્ષીઓની જાળવણી
પક્ષીઓ પાકને નુકસાન તો કરે છે પણ સાથે જીવાત વ્યવસ્થાપનમાં પણ તેમનો બહુ મોટો ફાળો છે. પક્ષીઓ દ્વારા થતું નુકસાન કેટલાક નુસખા અપનાવવાથી પાકને બચાવી શકાય છે. ભારતમાં કુલ ૧૩૦૦ જાતના પક્ષીઓ નોંધાયેલ છે. જીવાત નિયંત્રણમાં ભાગ ભજવતા પક્ષીઓમાં ખાસ કરીને ઢોર બગલો, કાળી દેવચકલી, કાળો કોશી, કાબર, વૈયા, દિવાળી ઘોડો, કાગડો વગેરે ખૂબ અગત્યના છે. લગભગ ૨૦ જાતના વિવિધ પક્ષીઓ ખોરાક તરીકે ઇયળનો ઉપયોગ કરે છે. ઇયળ ઉપરાંત કેટલાક પક્ષીઓ પાક ઉપર આવતી મોલો, ઢાલિયા પ્રકારના પુખ્ય કિટકો, તીડ અને તીતી ઘોડા, જાળા બનાવતી ઇયળો, શાકભાજી અન્ય પાકમાં નુકસાન કરતી પાન ખાનાર ઇયળો, લશ્કરી ઇયળો, નુકસાન કરતા ફૂદાં વગેરે ખાય છે.
આપણે જોયુ હશે કે ખેતર ખેડતી વખતે ટ્રેક્ટર / હળની પાછળ કેટલાક પક્ષીઓ પાછળ-પાછળ ઇયળ વીણી ખાવા આવતા હોય છે. દિવેલા, મગફળી જેવા પાકમાં આવતી પાન ખાનાર ઇયળના નિયંત્રણમાં પક્ષીઓનો ફાળો નોંધનીય છે. આ ઉપરાંત સફેદ ઘૈણને પણ ખાઇ જઇ તેમની વસ્તી ઓછી કરે છે. પરભક્ષીઓ પક્ષીઓમાં તેમના ખોરાકમાં ૮૦ ટકા સુધી ઇયળો હોય છે. આવા ખૂબ જ મહત્વના પરભક્ષી પક્ષીઓને સાચવવાની અને જાળવણી કરવી એ ખૂબ જ અગત્યનું છે. _x000D_ _x000D_ પક્ષીઓની જાળવણી:_x000D_ _x000D_ • મોટા ભાગના પક્ષીઓ બખોલમાં માળો બનાવી રહેતા હોય છે. જો કુદરતી બખોલ ઉપલબ્ધ ન હોય તો ખેતરમાં આવેલ ઝાડ ઉપર અથવા થાંભલા કે મકાન ઉપર કૃત્રિમ માળાઓ મૂકવા. _x000D_ • ખેતરના શેઢે આવેલ ઝાડના ફળો ઘણા પક્ષીઓને આકર્ષતા હોય છે. તેથી શેઢા ઉપર આવેલ વૃક્ષોને ન કાપતા તેમનું જતન કરવુ અને બીજા વૃક્ષો ઉછેરવા. _x000D_ • ગાંઠિયા, મમરા જેવો ખોરાક મૂકવો કે ખેતરમાં છૂટો છવાયો વેરવો. _x000D_ • પક્ષીની કૃત્રિમ પ્રતિકૃતિ પાકમાં મૂકવી. _x000D_ • ખેતરની વચ્ચે પક્ષીઓને બેસવા માટે લાકડા રોપવા, દોરી બાંધવી અને બેલીખડા ખોડવા. _x000D_ • કીટભક્ષી પક્ષીઓને મોટી સંખ્યામાં આકર્ષિ અને તેઓનો જીવાત નિયંત્રણમાં મહત્તમ લાભ લેવા ખેડ કાર્યો સમય પાલન જરુરી છે. _x000D_ • પક્ષીઓ સવારે (૬ થી ૯) અને સાંજે (૪ થી ૬) ખોરાકની શોધમાં ફરતા હોય છે. આથી ખેતી કાર્યો જેવા કે ખેતરમાં પાણી આપવું, પાકની લણણી-કાપણી કરવી, ખેડ કરવી તેમજ અન્ય ખેતી કાર્યો પક્ષીઓના ભોજન સમય દરમ્યાન દિવસે ઉપર જણાવેલ સમયે કરવા જોઇએ. આવા ખેતી કાર્યો કરવાથી જમીનમાં સંતાયેલ કે પાક ઉપર ઇયળ બહાર આવતા પરભક્ષી પક્ષીઓ તેમને આસાનીથી વીણી લઇ નાશ કરી શકશે. _x000D_ • પક્ષીઓ માટે ખેતરમાં જ પીવા પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી. _x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
481
0
અન્ય લેખો