એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કીટકનું જીવનચક્ર જાણવું શા માટે જરુરી છે?
કિટકનું જીવનચક્ર ૩ અથવા ૪ અવસ્થામાં પુરુ થાય છે. આ અવસ્થાઓમાં એક કે બે અવસ્થા કીટક માટે નબળી કડી બની શકે છે. માટે જ આવી નબળી કડી એટલે કે અવસ્થા જાણી લઇએ અને તે સમયે જો પાકસંક્ષણના પગલાં લેવામાં આવે તો તે પગલાં જીવાત માટે ઘાતક બની શકે છે અને આપણે લીધેલ પગલાંનો અવશ્ય પરિણામ મળતું હોય છે.
દા.ત. પાન ખાનાર ઇયળની ફૂંદી છોડ ઉપર જથ્થામાં ઇંડાં મૂંકતી હોય છે અને આવા ઇંડાના સમૂંહોને જો આપણે પાન સહિત નાશ કરી નાંખીએ તો ઇયળ પેદા થવાનો પ્રશ્ન પણ રહે નહિ. ઇયળની શરુઆતની અવસ્થા ખૂબ જ નાની હોવાથી તે જંતુનાશક દવા સામે સહેજ પણ ટકી શક્તિ નથી, તેથી જ પ્રથમ અવસ્થાની ઇયળ દેખાતી હોય અને દવા છાંટી દઇએ તો ધાર્યા કરતા વધારે સારુ પરિણામ મળે. માટે જ આપે કરેલ પાકની મુખ્ય જીવાતો વિષે જાણી તેની નબળી કડી શોધી કાઢો અને કરો ખાત્મો ખૂબ જ સરળતાથી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.