યોજના અને સબસીડીSafar Agri Ki
કિસાન સૂર્યોદય યોજનામાં ચાર પાવર સ્ટેશન પરથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત !
કિસાન સુર્યોદય યોજના અંતર્ગત રાજ્યના વધુ 1400 ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. બનાસકાંઠા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાર પાવર સ્ટેશન પરથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી છે. ખેડૂતોનું કહેવું છે કે પાકના પિયત માટે રાત્રે ઉજાગરા કરવા પડતાં હતા અને જંતુ-જનાવરનો ભય પણ રહેતો.ત્યારે હવે ખેડૂતોને દિવસે વીજળી મળતાં અનેક સમસ્યાઓ દૂર થઈ છે અને કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને અનેક લાભ થવાની શક્યતા પણ સેવાઈ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
2
અન્ય લેખો