AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન સમ્માન નિધિના બીજા હપ્તામાં 2.66 કરોડ ખેડૂતોને મોકલ્યા
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કિસાન સમ્માન નિધિના બીજા હપ્તામાં 2.66 કરોડ ખેડૂતોને મોકલ્યા
કિસાન સમ્માન નિધિ યોજના(પીએમ-કિસાન)ના બીજા હપ્તામાં 2.66 કરોડ ખેડૂતોના ખાતાઓમાં મોકલવામાં આવ્યા છે. ખેડૂતોના બેંક ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધા મોહનસિંહ દ્વારા જણાવાવમાં આવેલી માહિતી અનુસાર પીએમ-કિસાન યોજના હેઠળ યુપીમાં 1.169.349 લાભાર્થીઓને પ્રથમ હપ્તો જયારે રાજ્યના 10.848.667 ખેડૂતોને બીજો હપ્તો આપેલ છે .
તેમણે જણાવ્યું હતું કે આ યોજનાનું અમલીકરણ સંપૂર્ણપણે દિશાનિર્દેશો અનુસાર કરવામાં આવે છે. તે અંતર્ગત ત્રણ સ્તરમાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલ માહિતી/ડેટા અને બેંક ખાતાની ચકાસણી કાર્ય બાદ જ કેન્દ્ર સરકાર લાભાર્થીને તેમના બેંક ખાતામાં યોજનાની રકમ ઓનલાઇન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ સંદર્ભમાં, લાભાર્થી ખેડૂતોની સૂચિ અને તમામ સંબંધિત ડેટા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 18 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
112
0