AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન સન્માન નિધિ યોજના સાથે લઈ શકો છો લોન નો લાભ !!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
કિસાન સન્માન નિધિ યોજના સાથે લઈ શકો છો લોન નો લાભ !!
👉દેશમાં ખેડૂતોને આર્થિક રાહત આપવા અને તેમની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક યોજના પીએમ કિસાન યોજનામાં પણ છે. આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતો ને તેમના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.આ યોજનાનો લાભ લેતા ખેડૂતોને અન્ય સરકારી યોજનાઓનો પણ લાભ લેવાનું સરળ છે. હવે નવી યોજના હેઠળ ખેડૂતોને ૧ લાખ ૬૦ હજાર રૂપિયાનો લાભ મળી શકશે. તેથી જો ખેડૂતોને ખેતી માટે પૈસાની અછત હોય તો તેઓ આ સરકારી યોજના હેઠળ લાભ લઈને તેમની નાણાંની જરૂરિયાત પૂરી કરી શકે છે. 👉ખેડૂતોને ફાયદો થશે :- હકીકતમાં, કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ખેડૂતોને કૃષિ લોનનો લાભ મળી શકે છે. તેની વિશેષતા એ છે કે ખેડૂતો ઘરે બેઠા આ યોજનાનો લાભ લઈ શકે છે, સાથે જ ખેડૂતોને આ લોન કોઈપણ ગેરંટી વગર મળે છે. 👉સરકારે રકમ વધારી :- આ સ્કીમ પહેલેથી જ ચાલી રહી છે. પરંતુ અગાઉ તેના હેઠળ આપવામાં આવતી લોનની રકમ ઓછી હતી. આ અંતર્ગત અગાઉ ખેડૂતોને સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ મોંઘવારી વધવાની સાથે ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે આ રકમ વધારીને ૧ લાખ ૬૦ હજાર રૂપિયા કરી છે. ખેડૂતોને કૃષિ કાર્ય કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમની આવક વધારવામાં મદદ મળે તે માટે સરકારે આ સુવિધા શરૂ કરી છે. 👉વ્યાજ પર મળશે છૂટ :- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આપવામાં આવતી લોનનો ફાયદો એ છે કે તેની લોન પર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. તેના વ્યાજ પર આપેલ ટકાવારીની સબસિડી આપવામાં આવે છે. આ સાથે જો ખેડૂતો તેમની લોન સમયસર ચૂકવે તો તેમને પ્રોત્સાહક તરીકે ત્રણ ટકાની છૂટ પણ મળે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ચાર ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. 👉આ ખેડૂતો લઈ શકે છે લાભ :- જે ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ લાભ મળે છે. ઉપરાંત, જેમની પાસે સાત બાર છે તેઓ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લોન લેવા માટે હકદાર છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે, ખેડૂતની ઉંમર ૧૮ થી ૭૨ વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
2
અન્ય લેખો