કૃષિ વાર્તાન્યુઝ 18 ગુજરાતી
કિસાન વિકાસ પત્ર, ડબલ થશે રોકાણ, જાણો ખેડૂતો માટેની યોજના !
મોટાભાગના લોકો પોતાની પરસેવાની કમાણીનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને વધુમાં વધુ રિટર્ન મળે. સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે કિસાન વિકાસ પત્ર સ્કીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કિસાન વિકાસ પત્રમાં 124 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ થઈ જાય છે. આ માટે લઘુતમ રોકાણ 1,000 રૂપિયા છે મહત્તમ રોકાણ માટે કોઈ જ મર્યાદા નથી.
તમે આ સર્ટિફિકેટ 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયાના સ્વરૂપમાં ખરીદી શકે છે. આ સર્ટિફિકેટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે.
આવી રીતે ખાતું શરૂ કરો:
કિસાન વિકાસ પત્ર માટે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જોઈને ફોર્મ ભરી શકો છો. ફોર્મને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.
ફોર્મમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને સરનામાની વિગત આપવી પડશે.
ફોર્મ ભરતી વખતે ચેક અથવા કેશમાં પેમેન્ટ કરી શકો છો. ચેકથી પેમેન્ટ કરવા પર તેની જાણકારી ફોર્મમાં આપવી પડશે.
ફોર્મ જમા કર્યાં બાદ લાભાર્થીના નામ, મેચ્યુરિટી તારીખ અને રકમ સાથે કિસાન વિકાસ પ્રમાણ પત્ર (Kisan Vikas Patra Yojana) આપી દેવામાં આવે છે.
વધુ વિસ્તૃત માહિતી માટે આપ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.