કૃષિ વર્તાTV9 ગુજરાતી
કિસાન રેલ નો સાથ, ખેડૂતો ને થશે ફાયદો સાથે ખર્ચમાં મળશે 50% સબસીડી !
ખેડૂતોની આવક વધારવા માટે, ખેડૂતોની ઉપજને યોગ્ય બજાર મળે તે જરૂરી છે. તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે, તેને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન રેલસેવા શરૂ કરી હતી. કૃષિ મંત્રાલયના ટ્વીટ મુજબ, 60 રેલ્વે રૂટ પર કાર્યરત કિસાન રેલ સેવા દ્વારા દેશવ્યાપી બજારમાં ખેડૂતોની પહોંચમાં વધારો થયો છે. ખેડુતોને તેમની પેદાશના સારા ભાવ મળી રહ્યા છે. 18 જૂન સુધી કિસાન રેલ સેવા દ્વારા 2.7 લાખ ટન માલ પહોંચાડવામાં આવ્યો છે. આ દરમિયાન કિસાન રેલે 850 મુસાફરી પૂર્ણ કરી છે. પરિવહનમાં 50% સબસિડી: સરકાર દ્વારા ફળો અને શાકભાજીના પરિવહન માટે 50 ટકા સબસિડી આપવામાં આવે છે. કિસાન રેલ સેવા દ્વારા 4 ઓક્ટોબરથી 15 જૂનની વચ્ચે સબસિડી તરીકે 52.38 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.યોજના અંતર્ગત રેલ્વે પરિવહનનો ઉપયોગ ખેડૂતોના ઉત્પાદનને રાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે કરવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને લાભ મળ્યો કે ઘણી વખત ખેડૂતોના ફળ અને શાકભાજી સમયસર બજારમાં પહોંચતા નથી અને પરિવહન દરમિયાન તે બગડે છે. જે હવે સમયસર બજારમાં પહોંચવા લાગ્યા. કિસાન રેલ સેવા પીપીપી મોડ પર શરૂ કરવામાં આવી છે. ફળો અને શાકભાજી લાંબા સમય સુધી તાજા રાખવા માટે, કિસાન રેલમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે, તેનો લાભ ખેડૂતોને થાય છે. એવું માનવામાં આવે છે કે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા આ એક મહાન પહેલ છે. સબસીડી મળી રહી છે તેવા પાકો : ફળો: કેરી, કેળા, જામફળ, કિવિ, લીચી, પપૈયા, નારંગી, લીંબુ, અનાનસ, દાડમ, જેકફ્રૂટ, આમળા અને પેર. શાકભાજી: કારેલા, રીંગણા, કેપ્સિકમ, ગાજર, કોબીજ, કઠોળ, લીલા મરચા, ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા અને ટામેટા સહિતની અન્ય શાકભાજી 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6
અન્ય લેખો