AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન માનધન યોજનામાં મળશે દર મહિને ૩૦૦૦ રૂ.!!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
કિસાન માનધન યોજનામાં મળશે દર મહિને ૩૦૦૦ રૂ.!!
👉પીએમ કિસાન પેન્શન માટે અરજી : - આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે. - સ્કીમમાં તમારું નામ સામેલ કરવા માટે, આધાર કાર્ડ અને IFSC કોડ સાથે, તમારે સેવિંગ્સ બેંક એકાઉન્ટ પણ આપવું પડશે. બેંક ખાતા માટે, બેંક પાસબુક અથવા ચેકની નકલ, ચેકબુક અથવા બેંક સ્ટેટમેન્ટની નકલ આપવાની રહેશે. - ખાતું ખોલાવ્યા પછી, પ્રારંભિક યોગદાન વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર પાસે રોકડમાં જમા કરાવવાનું રહેશે. - VLE આધાર નંબર, લાભાર્થીનું નામ અને આધાર પર છાપેલ જન્મતારીખની ચકાસણી કરશે. - VLE બેંકની વિગતો, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, જીવનસાથીનું નામ, નોમિનીના નામના આધારે ઓનલાઈન નોંધણી પૂર્ણ કરશે. - નોંધણી પછી, લાભાર્થીની ઉંમર અનુસાર, સિસ્ટમ માસિક ચુકવણીનો હિસાબ આપશે. - ખાતું ખોલાવ્યા પછી, પ્રથમ હપ્તો VLE પાસે રોકડમાં જમા કરાવવાનો રહેશે. - ડેબિટ મેન્ડેટ ફોર્મ સિસ્ટમમાંથી પ્રિન્ટ આઉટ કરવામાં આવશે જેના પર લાભાર્થીની સહી હશે. VLE આ ફોર્મને સ્કેન કરશે અને તેને સિસ્ટમ પર અપલોડ કરશે. - આ સાથે, એક યુનીક કિસાન પેન્શન એકાઉન્ટ નંબર અથવા KPAN જનરેટ થશે અને કિસાન કાર્ડ પ્રિન્ટ થઈ મળી જશે. 👉કિસાન પેન્શન યોજનાના લાભો :- ૧) પેન્શન યોજના હેઠળ, મેચ્યોરિટી પર લાભાર્થીને ૩૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે. ૨) પેન્શનની આ રકમથી ખેડૂત પોતાના રોજીંદા ખર્ચાઓને પહોંચી વળશે. ૩) લાભાર્થી ખેડૂત જ્યાં સુધી ૬૦ વર્ષની ઉંમરે પહોંચે છે ત્યાં સુધી, ૧૮ થી ૪૦ વર્ષની ઉંમર સુધી, તેણે દર મહિને ખાતામાં ૫૫ થી ૨૦૦ રૂપિયા જમા કરવાના રહેશે. ૪) લાભાર્થી ખેડૂત ૬૦ વર્ષનો થાય કે તરત જ તેણે પેન્શન મેળવવા માટે દાવો સબમિટ કરવાનો રહેશે. આ પછી દર મહિને ખેડૂતોના ખાતામાં એક નિશ્ચિત રકમ જમા થવા લાગે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
2
અન્ય લેખો